કુલ્ફીકુમાર બાજેવાલા ફેમ અભિનેતા મોહિત પિતા બન્યો
મોહિતે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની ઈચ્છા દીકરી જન્મે તેવી છે, કપલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી
મુંબઈ, સીરિયલ કુલ્ફીકુમાર બાજેવાલાના એક્ટર મોહિત મલિકની ઇંતેજારીનો અંત આવી ગયો છે. મોહિત મલિક અને પત્ની અદિત મલિકના બાળકનો જન્મ થઈ ગયો છે. મોહિત અને અદિતિના ઘરે દીકરાનો જન્મ થયો છે. ટેલિવુડના નવા પેરેન્ટ્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આ વિશેની જાણકારી ફ્રેન્ડ્સ, ફોલોઅર્સ અને ફેન્સને આપી છે.
મોહિત મલિકે પત્ની અદિતિનો હાથ પકડ્યો છે અને પારણામાં તેમનો દીકરો ઊંઘતો જાેવા મળી રહ્યો છે. જાે કે, દીકરાની તસવીર બ્લર હોવાથી ચહેરો સ્પષ્ટ જાેઈ શકાતો નથી. આ તસવીર શેર કરતાં મોહિતે લખ્યું, ડિયર યુનિવર્સ, અમને આશીર્વાદ આપવા માટે આભાર! આ મધ્યરાત્રિના રુદન અને તેની સાથે આવતી તમામ બાબતો માટે આભાર.
અમારી પ્રેમથી ભરેલી દુનિયામાં અમારા નાનકડા દીકરાનું સ્વાગત કરીને અમે પોતાને નસીબદાર માનીએ છીએ. તે આવી ગયો છે અને તે ખરેખર જાદુઈ છે. બેમાંથી ત્રણ થયા. પછી હંમેશા ખુશ રહ્યા. બેબી મલિકના માતાપિતા મોહિત અને અદિતિ. મોહિતની પત્ની અને એક્ટ્રેસ અદિતિ મલિકે પણ આ જ કેપ્શન સાથે દીકરાની તસવીર શેર કરી છે.
તસવીરમાં અદિતિ તેના બાળકના નાનકડા હાથને સ્પર્શતી જાેવા મળી રહી છે. લગ્નના ૧૧ વર્ષ બાદ અદિતિ અને મોહિત મલિક પેરેન્ટ્સ બન્યા છે. તેઓ બાળકને આવકારવા માટે ખૂબ ઉત્સુક હતા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અદિતિએ થોડા દિવસ પહેલા જ મેટરનિટી ફોટોશૂટની એક તસવીર સાથે આવનારા બાળક માટે નોટ લખી હતી.
બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરતાં અદિતિએ લખ્યું હતું, ડિયર બેબી, તું આ દુનિયામાં ખૂબ મુશ્કેલ સમય દરમિયાન આવીશ મુશ્કેલ, પડકારરૂપ અને વાયરસથી ઘેરાયેલો સમય. પણ યાદ રાખજે કે અમે હંમેશા તારી પડખે રહીશું અને હંમેશા તારી રક્ષા કરીશું. અમે તારી આતુરતાથી રાહ જાેઈ રહ્યા છીએ કારણકે તેં અમારા જીવનને સૌથી સુંદર રીતે બદલી નાખ્યું છે.