નિરુશા નિખાત દ્વારા સોની સબની બાલવીર રિટર્ન્સ માટે તૈયાર કરાયેલા મોહક કોસ્ચ્યુમ્સ
મુંબઈ, સોની સબ પર લોકપ્રિય કાલ્પનિક શો બાલવીર રિટર્ન્સની પરતગી માટે ચાહકો સજ્જ થઇ રહ્યા છે. તેમાં રોમાંચકતા અને અપેક્ષાઓમાં વધારો કરવા માટે ચેનલે ચાલુ સિઝનમાં અગત્યના પાત્રોને અન્ય સ્તરે લઇ જવા માટે દેખાવ અને કોસ્ચ્યુમ્સ માટે ડિઝાઇન દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. બાલવીર રિટર્ન્સમાં ૩ વર્ષના લાંબા ગાળાની પ્રતીક્ષા બાદ તદ્દન નવા અવતારને ફરીથી લાવવા માટે સહયોગ આપવા લોકપ્રિય ટેલિવીઝન સ્ટાર્સ જેમ કે દેવ જોષી, વાંશ સયાની, પવિત્ર પુનીયા, શર્મિલી રાજ અને શ્રીધર વાત્સરનું સૌથી મોટું એકત્રિતપણું પણ જોવાશે. આ પાત્રોમાં વધુ કલર ઉમેરવા માટે સોની સબે પાત્રોના કોસ્ચ્યુમ્સની ડિઝાઇન કરવાની જવાબદારી એવોર્ડ વિજેતા નિરુશા નિખાતને સોંપી ૬છે.
બાલવીર કે જે પૃથ્વી પરના બાળકોને સંકટથી બચાવે છે તે વીર લોક પર થયેલા ભારે હૂમલાને કારણે અન્ય એક બાલવીરની શોધમાં છે. બાલ પરી અને અન્ય સુંદર પરીઓ તેને સાથે આપે છે ત્યારે કાલલોક અને ટિમ્નાસાના દુષ્ટ પરિબળો બાલવીરનો નાશ કરવના તેણીના હેતુ સાથે તેમના જીવનમાં અનિચ્છિત સંકટોનો ઉમેરો કરશે. પોતાનો અનભવ શેર કરતા નિખાત નિરુશાએ જણાવ્યું હતું કે, “બાલવીર રિટર્ન્સ પર કામ કરતા આશ્ચર્ય લાગે છે પરંતુ તેની સાથે પડકારજનક પણ છે. તેમના કામકાજની આ અત્યંત કઠિન વસ્તુ છે. મારી કીરકીર્દીમાં મે ક્યારે પણ બાલવીર માટે જેવું કામ કર્યું નથી તેમજ અમારા સ્ટુડીયો ૨૪ટ૭માં પણ નહી. પરંતુ અમે આ ક્લાપનિક શો માટે અપવાદરૂપ દેખાવ લાવવા માગતા હતા. અમે કંઇક નવું અને કલર્સનો ઉપયોગ કરવાની ઇચ્છા હતી જે બાળકો તેમજ પુખ્તોને સંબંધિત હોય તેમજ આજના સમયમાં પણ સંબંધિત લાગે. અમે પરીઓના કોસ્ચ્યુમમાં પણ કોઇ વિગત કે ડાયલોગ વિના ભારે ઊંડાણ આપવા માગતા હતા, જેથી લોકો તેણી કોણ છે અને તેની મહાન શક્તિઓ કઇ છે તે જાણી શકે.