Western Times News

Gujarati News

તંગ સંબંધ વચ્ચે પાકિસ્તાન દ્વારા બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ

ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો દિનપ્રતિદિન વધુને વધુ ખરાબ થઇ રહ્યા છે. બંને દેશો વચ્ચેના વિસ્ફોટક સંબંધો વચ્ચે આજે પાકિસ્તાને બેલાસ્ટિક  મિસાઇલ ગજનવીનું સફળ પરિક્ષણ કર્યું હતું. આ મિસાઇલ ૨૯૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન દ્વારા આશક્તિ  પ્રદર્શન કરવા પાછળના હેતુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને હાલમાં જ આવા અનેક કૃત્યો કર્યા છે

જેના લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થઇ શકે છે. જમ્મુ કાશ્મીરમાં ભારતના નિર્ણયથી લાલઘુમ થયેલા અને હાલમાં ભારે પરેશાનીનો સામનો કરી રહેલા પાકિસ્તાને આજે પોતાની ગજનવી બેલાસ્ટિ મિસાઇલનુ પરીક્ષણ કર્યુ હતુ. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન દ્વારા કરાચી નજીક સોનમિયાની ઉડાણ પરીક્ષણ કેન્દ્રથી મિસાઇલનુ પરીક્ષણ કર્યુ હતું. કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ પાસા પર નિષ્ફળતા હાથ લાગ્યા બાદ પાકિસ્તાને આજે મિસાઇલનુ પરીક્ષણ કર્યુ હતુ.

પાકિસ્તાને હાલમાં મિસાઇલ પરીક્ષણ કરવાની ધમકી આપી હતી. પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન સત્તાએ બુધવારના દિવસે કરાચી વિમાનીમથકના તમામ આંતરરાષ્ટ્રીય ઉંડાણોના ત્રણ માર્ગોને બંધ કરી દીધા હતા. પાકિસ્તાનના સિવિલ એવિએશન ઓથોરિટીને નોટીસ ટુ એરમેન જારી કરીને બંદરને પણ ચેતવણી આપવામાં આવી હતી.

પાકિસ્તાન તરફથી એકપછી એક નિર્ણય કરવામાં આવ્યા બાદ ભારતને હવે વધારે સાવધાન રહેવાની જરૂર છે. પાકિસ્તાન કરાચી નજીક પોતાના સોનમિયાની ટેસ્ટ રેંજથી મિસાઇલનુ પરીક્ષણ કરશે તેમ પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ. પાકિસ્તાનની પરેશાની કાશ્મીરના મુદ્દા પર સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. પરમાણુ ધમકીને લઇને પાકિસ્તાન દ્વારા ધમકી પણ આપવામાં આવી રહી છે. મિસાઇલ ટેસ્ટ પહેલા પણ પાકિસ્તાન દ્વારા કેટલાક પગલાની વાત કરવામાં આવી રહી હતી. પાયલોટોને પણ પાકિસ્તાની સરકારે કેટલીક સુચના આપી છે.

પાકિસ્તાનની પરેશાની હાલમાં સ્પષ્ટપણે નજરે પડી રહી છે. પરમાણુ ધમકીથી લઇને અન્ય પ્રકારના ઉશ્કેરણીજનક કૃત્યો તેના દ્વારા અવિરત કરવામાં આવી રહ્યા છે. આજે બેલાસ્ટિ મિસાઇલના પરીક્ષણના સંદર્ભમાં માહિતી આપતા પાકિસ્તાની સેનાના મેજર જનરલ આશીફ ગફુરે ટિ્વટ  કરીને કહ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા સફળરીતે આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે, ભારતે હાલમાં જ કલમ ૩૭૦ની નાબૂદી કાશ્મીરમાંથી કરી દીધી છે અને જમ્મુ કાશ્મીરને દેશના અન્ય ભાગોની જેમ જ દેશના કાયદા કાનૂન સાથે જાડી દેવાના કઠોર નિર્ણય કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર અને લડાખ એમ બે ભાગમાં તેનું વિભાજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.