ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૩ લાખને પાર થઈ ગઈ
ભારતમાં કોરોનાથી એક જ દિવસમાં ૩૬૮૯ના મોત -કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૫૯૯૨૨૭૧ થઈ ગઈ છે, જ્યારે ફેટલિટી રેટ ઘટીને ૧.૧૦% પર આવ્યો છે, ૩.૯૨ લાખ નવા કેસ
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે શનિવારે ભારતમાં કોરોનાના કારણે વધુ ૩,૬૮૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, જેની સાથે કુલ મૃત્યુઆંક ૨,૧૫,૫૪૨ પર પહોંચી ગયો છે. જ્યારે વધુ ૩,૯૨૪૮૮ દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા કુલ દર્દીઓની સંખ્યા૧,૯૫,૫૭,૪૫૭ પર પહોંચી ગઈ છે.
સવારે ૮ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૩ લાખને પાર કરી ગઈ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૩,૪૯,૬૪૪ થઈ ગઈ છે, જે કુલ કેસની સામે ૧૭.૧૩% છે, જ્યારે દેશમાં કોરોનાથી સાજા થતા દર્દીઓનો રિકવરી રેટ ૮૧.૭૭% છે. કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૧,૫૯,૯૨,૨૭૧ થઈ ગઈ છે.
જ્યારે ફેટલિટી રેટ ઘટીને ૧.૧૦% પર આવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો.
જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. આઈસીએમઆર મુજબ ૧ મે સુધીમાં ૨૯,૦૧,૪૨,૩૩૯ લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે,
જ્યારે શનિવારે વધુ ૧૮,૦૪,૯૫૪ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના કારણે વધુ ૩,૬૮૯ લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮૦૨ દર્દીઓના જીવ ગયા છે, આ પછી દિલ્હીમાં ૪૧૨, ઉત્તરપ્રદેશમાં ૩૦૪, કર્ણાટકામાં ૨૭૧, છત્તીસગઢમાં ૨૨૯, ગુજરાતમાં ૧૭૨, ઝારખંડમાં ૧૬૯, રાજસ્થાનમાં ૧૬૦, તામિલનાડુમાં ૧૪૭, પંજાબમાં ૧૩૮,
હરિયાણામાં ૧૨૫, ઉત્તરાખંડમાં ૧૦૭, પશ્ચિમ બંગાળમાં ૧૦૩ અને મધ્યપ્રદેશમાં ૧૦૨ લોકોએ કોરોનાના લીધે એક દિવસમાં જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના લીધે કુલ ૨,૧૫,૫૪૨ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ૬૯,૬૧૫ મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે, આ સિવાય દિલ્હીમાં ૧૬,૫૫૯, કર્ણાટકામાં ૧૫,૭૯૪, તામિલનાડુમાં ૧૪,૧૯૩, ઉત્તરપ્રદેશમાં ૧૨,૮૭૪, પશ્ચિમ બંગાળમાં ૧૧,૪૪૭, પંજાબમાં ૯,૧૬૦ અને છત્તીસગઢમાં ૮,૮૧૦ કોરોનાના દર્દીઓના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ૭૦% મૃત્યુ એવા છે કે જેઓ કોરોનાની સાથે અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૯૨,૪૮૮ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. શનિવાર કરતા આ પ્રમાણમાં ઓછા છે.
શનિવારે ચાર લાખથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. જાેકે, રવિવારે સક્રિય કેસ ૩૩ લાખને પાર કરી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન, કોરોનાને કારણે રેકોર્ડ ૩૬૮૯ લોકો મૃત્યુ પામ્યા છે.રવિવારે કોરોનામાં ૩ લાખ ૯૨ હજાર ૪૮૮ નવા કેસો આવવાની સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૧,૯૫,૫૭૪૫૭ થઈ ગઈ છે.
એ જ રીતે, વધુ ૩૬૮૯ લોકોનાં મોત સાથે, મૃત્યુનો આંક વધીને ૨,૧૫,૫૪૨ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડવાનું નામ નથી લઈ રહી. જેથી જ્યાં લાખો નવા દર્દીઓ દરરોજ સામે આવી રહ્યાં છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા રવિવારે વધીને ૩૩,૪૯,૬૪૪ થઈ ગઈ છે.
આ ચેપગ્રસ્ત કુલ ૧૭.૦૬ ટકા છે.દર્દીઓનો સાજા થવાનો દર વધુ ઘટીને ૮૧.૮૪ ટકા થઈ ગયો છે. દેશમાં સંક્રમણ પછી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા વધીને ૧,૫૯,૯૨,૨૭૧ થઈ છે.