Western Times News

Gujarati News

ઓરિસ્સામાં 14 દિવસનું અને હરિયાણામાં 7 દિવસનું લૉકડાઉન

નવી દિલ્હી, દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો છતાં વાયરસની ગતિ પર લગામ લાગી રહી નથી. દેશના અલગ અલગ ભાગમાં કોરોનાની ગતિને રોકવા માટે થઇ રહેલા પ્રયત્નો વચ્ચે હવે ઓડિશા સરકાર એ પણ સ્થિતિ પર કાબૂ મેળવવાનો ર્નિણય લીધો છે.

ઓડિશા સરકારે ૫ મેથી પ્રદેશમા૬ ૧૪ દિવસના કંપ્લીટ લોકડાઉનની જાહેરાત કરી છે. સરકારનો આ આદેશ ૫મેથી લાગૂ થશે. પ્રદેશમા૬ કોરોના સંક્રમિતોનો આંકડો લગભગ સાડા ચાર લાખને પાર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓડિશામાં દરરોજ ૮ અથી ૯ હજાર નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

ઓડિશામં હાલ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને ૪,૫૪,૬૦૭ છે અને અત્યાર સુધી પ્રદેશમાં ૨૦૫૪ લોકોના જીવ ગયા છે. રાજ્યમાં હાલ ૬૧,૫૦૫ એક્ટિવ કેસ છે અને ૩,૯૧,૦૪૮ લોકો સારવાર બાદ સાજા થઇ ચૂક્યા છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ દરમિયાન જરૂરી સેવાઓ, હેલ્થ સેવાઓને જ છૂટ મળશે.

તો બીજી તરફ સવારે ૭ વાગ્યાથી માંડીને બપોરે ૧૨ વાગ્યા સુધી લોકો પોતાના ઘરોમાંથી ૫૦૦ મીટરના દાયરામાં નિકળી શકશે. જેથી રોજિંદા જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા કરી શકે. આ પહેલાં પ્રદેશના સીએમ નવીન પટનાયકે ૧૮ થી ૪૪ વર્ષના લગભગ ૨ કરોડ યુવાનોને મફત રસી લગાવવા માટેની જાહેરાત કરી છે.

તો બીજી તરફ પ્રદેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ નિર્દેશક બિજય પાણિગ્રાહીએ ગત મંગળવારે કહ્યું હતું કે વેક્સીન ઉપલબ્ધ ન હોવાના કારણે રસીકરણનો નવો તબક્કો શરૂ કરવામાં મોડું થઇ રહ્યું છે.

હરિયાણામાં એક સપ્તાહનું લૉકડાઉન
ચંડીગઢ,  હરિયાણામાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાની ચેન તોડવા માટે હરિયાણા સરકારે રાજ્યભરમાં લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. સરાકેર કહ્યું કે, ૩ મેથી રાજ્યમાં ૭ દિવસનું લૉકડાઉન લાગૂ થશે. તો ઓડિશા સરકારે પણ રાજ્યમાં ૧૪ દિવસનું લૉકડાઉન લાગૂ કર્યું છે.

ગૃહમંત્રી અનિલ વિજે જણાવ્યુ કે, ૩ મે સોમવારથી સાત દિવસ માટે હરિયાણામાં પૂર્વ લૉકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. આ પહેલા સરકારે ગુરૂગ્રામ અને ફરીદાબાદ સહિત ૯ જિલ્લામાં વીકેન્ડ લૉકડાઉનનો ર્નિણય કર્યો હતો. હરિયાણામાં ૩૦ એપ્રિલે રાત્રે ૧૦ કલાકથી ૩ મે સવારે પાંચ કલાક સુધી લૉકડાઉનની જાહેરાત થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.