Western Times News

Gujarati News

કોરોનાના એક્ટિવ કેસ ૩૪ લાખને પાર, કુલ ૨.૧૮ લાખ દર્દીનાં મોત

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરએ કોહરામ મચાવી દીધો છે. સ્થિતિ એવી છે કે છેલ્લા ૧૨ દિવસથી સતત ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એક દિવસે તો કોરોનાનો આ આંકડો ૪ લાખને પાર પણ પહોંચી ગયો હતો. સોમવારે જાહેર થયેલા આંકડાઓમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સોમવારે ૩ મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૬૮,૧૪૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૪૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૯૯,૨૫,૬૦૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૫,૭૧,૯૮,૨૦૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૬૨ લાખ ૯૩ હજાર લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩,૦૦,૭૩૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૪,૧૩,૬૪૨ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૧૮,૯૫૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨ મે સુધીમાં ભારતમાં કુલ ૨૯,૧૬,૪૭,૦૩૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના ૨૪ કલાકમાં ૧૫,૦૪,૬૯૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસો અને મૃત્યુંઆંકમાં ઘટાડો થયો છે. રવિવારના ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૧૪૬ દર્દીઓ નોંધાયા છે

જ્યારે ૧૫૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ ૪,૪૦,૨૭૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર. ૭૪.૦૫ ટકા છે. ગુજરાતમાં કોવિડ-૧૯થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૪ કલાકમાં ૧૧,૧૪૬ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધા ૪,૪૦,૨૭૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આ સાથે રાજ્યનો રીકવરી રેટ ૭૪.૦૫ ટકા જેટલો છે. રાજ્યમાં કોરોના દર્દીઓની વાત કરીએ તો અત્યારે ૭૨૨ દર્દીઓ વેન્ટીલેટર ઉપર ૧૪,૬૦૯૬ દર્દીઓ સ્ટેબલ અને ૪,૪૦,૨૭૬ ડીસ્ચાર્જ થયા છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધી ૭૫૦૮ દર્દીઓના મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, અમદાવાદ કોર્પોરેશનમાં ૪૬૮૩, સુરત કોર્પોરેશન ૧૪૯૪, મહેસાણા ૫૬૫, વડોદરા કોર્પોરેશન ૫૨૩, ભાવનગર કોર્પોરેશન ૪૩૬, રાજકોટ કોર્પોરેશન ૪૦૧, જામનગર કોર્પોરેશન ૩૯૮, સુરત ૩૮૯, જામનગર ૩૦૯, બનાસકાંઠા ૨૨૬, ભાવનગર ૨૨૨, વડોદરા ૨૧૨, ખેડા ૧૭૪, પાટણ ૧૭૩, કચ્છ ૧૬૯, મહીસાગર ૧૬૯, ગાંધીનગર ૧૬૨, આણંદ ૧૬૧, ગાંધીનગર કોર્પોરેશન ૧૫૩, જુનાગઢ ૧૪૭, જુનાગઢ કોર્પોરેશન ૧૪૬ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, જૂનાગઢ કોર્પોરેશન ૧૪૬, સાબરકાંઠા ૧૪૨, રાજકોટ ૧૨૭, નર્મદા ૧૨૧, અમરેલી ૧૧૯, વલાડ ૧૧૭, પંચમહાલ ૧૦૯, ગીર સોમનાથ ૧૦૪, છોટાઉદેપુર ૯૭, નવસારી ૯૭, સુરેન્દ્રનગર ૯૨ આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં ૯૦ અને ૯૦ કરતા ઓછા કેસ નોંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.