સેવાલીયા સી.પી.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક ટીફીન સેવા શરૂ કરવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/01-scaled.jpg)
સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે આવેલ સેવાલીયા સી.પી.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સી.પી.પટેલ હાઇસ્કુલ શાળા પરિવારના સહયોગ થી નિઃશુલ્ક ટીફીન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં સેવાલીયા બજાર, સેવાલીયા ગામ, પાલી, રાજુપુરા, માલવણ, રુસ્તમપુરા, લાલાના મુવાડા, રામપુરા વિસ્તારના પરિવારો માટે હાલના કોરોનાના મહામારીના સમયે જે કોઈ પરિવાર કે વ્યક્તિ કોરોન્ટાઇન થયેલ હોય,
એવા પરિવારો માટે ટીફીન વ્યવસ્થાનો પ્રારંભ કરી રહ્યા છીએ.આ સેવાનો લાભ લેવા ઇચ્છતા પરિવારે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. ૧.કોરોના પોઝિટીવ રિપોર્ટ , ૨. આધાર કાર્ડ, ૩. પૂર્ણ નામ, સરનામું અને મોબાઈલ નંબર, ૪. જેટલી વ્યક્તિ માટે ટીફીનની જરૂરિયાત હોય તેની જાણ, ૫.જાે રિપોર્ટ આવવાનો બાકી હોય અને કોરોન્ટાઇન થવું પડે
તેમ હોય તો ડૉક્ટરનો રિપોર્ટ / ટેસ્ટનું બિલ, ૬. પોઝિટીવ આવ્યાની તારીખ થી ૧૦ દિવસ સુધી ટીફીન આપવામાં આવશે., ૭.ટીફીન માટે રોજેરોજની સંખ્યા વોટ્સએપ દ્વારા આગલા દિવસે સાંજે ૮ઃ૦૦ વાગે સુધી જાણ કરવાની રહેશે. ઉપર જણાવેલ તમામ વિગતો નીચે જણાવેલ મોબાઈલ નંબર પર વોટ્સએપ કરી જાણ કરવાની રહેશે. ત્યારબાદ બીજા દિવસથી ટીફીન આપવામાં આવશે. શ્રી જે.એ.મહીડા – ૯૮૯૮૮૪૪૨૮૪, શ્રી જે.જે.પટેલ – ૯૬૬૨૫૬૯૬૦૮
શ્રી બી વી.પટેલ – ૯૮૨૫૭૩૪૯૪૦, શ્રી એન.બી. દેસાઈ – ૯૪૨૭૮ ૫૩૯૬૫ વિગેરે નંબરો ઉપર વોટ્સએપ દ્વારા જાણ કરવાની રહેશે.અને વધુમાં જણાવાયુ કે (૧.) ફોન ઉપર વિગત લખવામાં આવશે નહીં, વોટ્સએપ કરવાનું રહેશે.(૨.)ટીફીન સેવા બપોરે તેમજ સાંજે ચાલું રહેશે. (૩.) ટીફીન પહોંચાડવાનો સમયઃ બપોરે ૧૨ઃ૦૦ થી ૧ઃ૦૦ તથા સાંજે ૦૬ઃ૦૦ થી ૦૭ઃ૦૦ રહેશે.