Western Times News

Gujarati News

મેઘરજના ડેરિયા પંચાલ ગામે લગ્નમાં પોલીસ પર જીવલેણ હુમલો,૨ કર્મી ઈજાગ્રસ્ત

(પ્રતિનિધિ) મોડાસા, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો કોરોના સંક્રમણને રોકવા માટે પણ અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તો રાજ્ય સરકારે કડક નિયમો બનાવ્યા છે. રાજ્ય સરકારે લગ્ન સમારહો માટે ૫૦ લોકોની છૂટ આપી છે. પોલીસતંત્ર લગ્નપ્રસંગોમાં સરકારી ગાઈડલાઈનની અમલવારી માટે સતત દોડાદોડી કરી રહી છે

રાજ્યમાં અનેક લગ્નસમારોહમાં નિયમોનો રીતસર ઉલાળીયો કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધવાની ફરજ પડી છે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ડેરીયા પંચાલ ગામે લગ્નપ્રસંગમાં ડીજે બોલાવી સરકારે જાહેર કરેલ સંખ્યા કરતા વધુ લોકો એકઠા થઇ બિંદાસ્ત લગ્નની મજા માણી રહ્યા હોવાની જાણ થતા ઇસરી પોલીસ સરકારી ગાઈડલાઈન કરવવા પહોંચતા લગ્નમાં હાજર અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી અને લગ્નપ્રસંગ પરિવાર અને લોકોએ પોલીસ પર જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી હતી.

પોલીસપર હુમલો થતા મોટી સંખ્યામાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી હુમલાખોરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મેઘરજ તાલુકાના ડેરિયા પંચાલ ગામે લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી મોટી સંખ્યામાં લોકો ડીજે સાથે નાચગાનમાં મસ્ત બનતા કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય પેદા થતા ઇસરી પોલીસ ડેરિયા પંચાલ ગામે પહોંચતા પોલીસ જાેઈ લગ્નની મજા માણતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા

અને પોલીસ પર લાકડીઓ વડે તૂટી પડી જીવલેણ હુમલો કરતા બે પોલીસ કર્મીઓના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા તાબડતોડ ઇસરી પોલીસ સહીત જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિતી પર કાબુ મેળવી બંને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર અર્થે ખસેડી દીધા હતા

ઘટનાની ગંભીરતા સમજી ડીવાયએસપી ભરત બસીયા ઇસરી પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો ઇસરી પોલીસે ભાવીકકુમાર સોમાભાઈ પંચાલ નામના પોલીસકર્મીની ફરિયાદના આધારે તારાચંદ ભીખાભાઇ ખાંટ,પોલીસકર્મી પ્રવીણ ખરાડી (મોટી પંડુલી), ડીજે ના સંચાલક અને લગ્નપ્રસંગમાં એકઠા થયેલ ૧૦૦ લોકોના ટોળાસામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.