શબોને અધૂરા સળગાવીને મૂકી દેતા કૂતરા માનવ અંગોની મિજબાની માણી રહ્યા છે
વારાણસી: કોરોના મહામારીમાં હરિદ્વાર ના ચંડી સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કારમાં લાપ્ર્વાહો જાેવા મળી રહી છે. આક્ષેપ કરવામાં આવે છે કે કામદારો અધૂરી રીતે સળગી ગયેલા મૃતદેહોને છોડી રહ્યા છે, જેના કારણે શિકારી કૂતરાઓ મૃતદેહના વિવિધ ભાગો ઉપાડીને લઇ જઈ રહ્યા છે. ગંગા નદી ઉપર ચંડી ઘાટ પુલની નીચે એક નવું સ્મશાન બનાવવામાં આવ્યું છે. તેનું સંચાલન તિરૂપતિ કૃષિ પેદાશ ખાતર માર્કેટિંગ સમિતિ, કોટદ્વારને આપવામાં આવ્યું છે. આરોપ છે કે કર્મચારીઓ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે.
અઘોરી બાબા પાસે દેહરાદૂનથી અહીં પહોંચેલા માતા રાજરાજેશ્વરીએ શ્વાનને મૃતદેહોના વિવિધ ભાગો ખાતા જાેયા છે. અને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જ્યારે મૃતકોના સબંધીઓ રહે છે ત્યાં સુધી કામદારો મૃતદેહ સળગાવતા રહે છે. જેવા સંબંધિઓ ચાલ્યા જાય છે તેઓ પણ લાશ ને અધુરી મૂકી ને ચાલતી પકડે છે. મૃતદેહો સંપૂર્ણ રીતે બળી જાય તે પહેલાં કામદારો ત્યાંથી ખસી જાય છે, જેના કારણે કૂતરાઓ મૃતદેહોને ખેંચી લઇ જાય છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે અંતિમ સંસ્કારમાં પણ ધાર્મિક વિધિ અપનાવવામાં આવી રહી નથી. તેઓએ સ્મશાન કર્મચારીઓને હટાવવા અને અન્ય લોકોને રાખવા માંગ કરી છે.
બીજી તરફ સમિતિના સેક્રેટરી માનસિંહનું કહેવું છે કે સંપૂર્ણ કાયદો અને વ્યવસ્થાથી આ મૃતદેહોનો અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવામાં આવી રહ્યો છે.અઘોરી બાબા અને કેટલાક લોકો વચ્ચે વિવાદ છે. આને કારણે આવા આક્ષેપો થઈ રહ્યા છે. આક્ષેપો નિરર્થક છે. તે જ સમયે, હોસ્પિટલોમાં થતી દરેક મૃત્યુને કોરોના સાથે જાેડવામાં આવી રહી છે. પરિવાર સંપૂર્ણ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરવા સક્ષમ નથી. આનું કારણ હોસ્પિટલો દ્વારા મૃત્યુ પછી કોરોના રિપોર્ટ તુરંત ઉપલબ્ધ કરાવવું નથી.પાછળથી જાણવા મળ્યું છે કે મૃત્યુ કોરોનાને કારણે નથી પરંતુ અન્ય કારણોસર થઈ છે. આવી સ્થિતિમાં દહેરાદૂનની હોસ્પિટલો અને જિલ્લા વહીવટી તંત્ર સામે રોષ ફેલાયો છે.