Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીએ જે ૧૮ જગ્યાએ રેલીઓ કરી તેમાંથી ૧૦ સીટો પર ટીએમસી જીત્યુ

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ શાનદાર વાપસી કરી છે. તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ૨૦૦થી વધુ સીટો જીતીને પ્રચંડ બહુમત મેળવ્યો છે. વળી, રાજ્યમાં ભારે જીતનો દાવો કરનાર ભાજપના ખાતામાં માત્ર ૭૬ સીટો આવી છે. તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના દરેક રોડ શોમાં એ જ કહ્યુ હતુ કે ભાજપ બંગાળમાં આ વખતે ૨૦૦નો આંકડો પાર કરશે. વળી, પીએમ મોદીએ પણ દાવો કર્યો હતો કે ‘૨ મેના રોજ બંગાળમાં દીદીની વિદાય થઈ જશે’ પરંતુ પરિણામો એકદમ ઉલટા આવ્યા. બંગાળમાં દીદીએ ૨૦૦થી વધુ સીટો જીતીને સફળતાનો નવો ઈતિહાસ લખી દીધો. ભાજપ ૧૦૦નો આંકડો પણ પાર કરી શકી નહિ અને હવેતે ગઈ ચૂંટણીનો હવાલો આપીને કહી રહી છે કે તે ૩થી ૮૦ પર આવી છે અને પાર્ટી વોટ પર્સન્ટ રાજ્યમાં વધી ગયા છે.

સૌથી ખાસ વાત તો એ છે કે પીએમ મોદીએ બંગાળમાં જે ૧૮ જગ્યાએ ચૂંટણી રેલીઓ કરી હતી ત્યાંથી ૧૦ સીટો ટીએમસીએ જીતી છે. આવો, નજર કરીએ આ બધી સીટો પર અને જાણીએ કે પીએમ મોદીએ અહીં પોતાની રેલીઓમાં શું-શું કહ્યુ હતુ? ‘બંગાળમાં બદલાવ આવશે અને દીદીની વિદાય થશે.’ ચૌરંગી વિધાનસભા સીટ ટીએમસી જીતી ટીએમસીના નયના બંદોપાધ્યાયે(૭૦,૧૦૧ વોટ) ભાજપના દેવદત્ત માજી(૨૪,૭૫૭ વોટ)ને પરાજિત કર્યા. શું કહ્યુ હતુ

પીએમ મોદીએઃ ચૌરંગી પરેડ ગ્રાઉન્ડથી પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ‘બંગાળમાં બદલાવ આવશે અને દીદીની વિદાય થશે.’ જયનગર વિધાનસભા સીટ ટીએમસી જીતી છે ટીએમસીના બિશ્વનાથ દાસ( ૧.૦૪,૯૫૨)એ ભાજપના રાબિન સરદાર(૬૬,૨૬૯)ને હરાવ્યા. પીએમ મોદીએ શું કહ્યુ હતુઃ ‘હું આ ક્ષેત્રમાં અશોલ પોરિબોર્ટનની લહેર જાેઈ શકુ છુ.’ ઉલૂબેરિયા પૂર્વ ટીએમસીના બિદેશ રંજન બોસે(૮૬,૫૨૬) ભાજપના પ્રત્યુષ મંડલ(૬૯,૪૦૦)ને હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘

બંગાળના લોકોએ ર્નિણય કરી લીધો છે, દીદી મસ્ટ ગો.’ સોનારપુર દક્ષિણ પર ટીએમસીના લવલી મિત્રાએ(૯૬,૮૨૨) અંજના બસુ(૭૬,૪૩૨)મતોથી હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘બંગાળમાં કોઈ પણ બહારનુ નથી. જાે ભાજપ ૨ મે પછી અહીં સરકાર બનાવશે તો અહીંની માટીનો જ એક દીકરો રાજ્યનો સીએમ બનશે.’ સોશિયલ મીડિયા પર વાયરલ થયો મમતા બેનર્જીનો ૧૯૮૦ના દશકનો ફોટો ‘દીદીના લોકો એસસી, એસટી, ઓબીસી…ને ગાળો આપે છે’ ‘દીદીના લોકો એસસી, એસટી, ઓબીસી…ને ગાળો આપે છે’

આ ઉપરાંત હાવડા સેન્ટ્રલમાં ટીએમસીના અરુપ રૉય(૯૬,૪૬૫)એ ભાજપના સંજય સિંહને(૫૫,૩૪૦)મતોથી હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘દીદીની ભ્રષ્ટ સરકારના કારણે અહીં ગુનાઓ અને લૂંટનુ વર્ચસ્વ છે, જાે ભાજપ સત્તામાં આવશે તો અહીં બિઝનેસ કરવાનુ સરળ હશે અને જિંદગી સરળ હશે.’ કૃષ્ણાનગર દક્ષિણમાં ટીએમસીના ઉજ્વલ વિશ્વાસે(૯૧,૭૩૮) ભાજપના મહાદેવ સરકારને(૮૨,૪૩૩) મતોથી હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ

‘દીદી અને તેમની પાર્ટીએ બધી હદો પાર કરી દીધી છે. તેમના લોકો એસસી, એસટી, ઓબીસી…ને ગાળો આપે છે, દીદીની પાર્ટીની આ રણનીતિ છે.’ બર્ધમાન ઉત્તર બેઠક પર ટીએમસીના નિશીથ કુમાર મલિકે(૧,૧૧,૨૧૧) ભાજપના રાધાકાંત રાય(૯૩,૯૪૩)ને હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘માટીને લૂંટવી અને માનુષનુ ખૂન કરવુ દીદીના નારાની વાસ્તવિકતા છે.’ બારાસાત વિધાનસભા સીટ પર ટીએમસીના ચિરંજીત ચક્રવર્તી(૧,૦૪,૪૩૧) એ સંકર ચેટર્જી(૮૦,૬૪૮)ને હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘દીદીની હતાશા વધી રહી છે કારણકે પરિણામનો દિવસ નજીક આવી રહ્યો છે.

રેલીઓમાં દીદી ઓ દીદી કહેવા પર તેઓ હવે બહુ ગુસ્સે થઈ જાય છે.ટીએમસી કહે છે ‘ખેલા હોબે’ જમુરિયા બેઠક પર ટીએમસીના બર્ધમાન હરેરામ(૭૧,૦૦૨)એ ભાજપના તાપસ રૉય(૬૨,૯૫૧)ને હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘લોકો અહીં રોજગાર માટે આવતા હતા પરંતુ આજે અહીંના લોકો પલાયન કરી રહ્યા છે. અહીં માફિયા રાજ ફેલાયુ છે.’ પુરુલિયાઃ ભાજપ જીત્યુ ભાજપના સુદીપ કુમાર મુખર્જી(૮૯, ૭૩૩)એ ટીએમસીના સુજૉય બેનર્જી(૮૨,૭૫૧)ને હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘ટીએમસી કહે છે ‘ખેલા હોબે’, ભાજપ કહે છે ‘વિકાસ હોબે’ – ટીએમસીના દિવસો ખતમ થઈ ગયા છે. અહીં સુધી કે મમતા દીદી પણ આ જાણે છે.’

જાે કે સિલીગુડી વિધાનસભા સીટ પર ભાજપના સંકર ઘોષ(૮૯,૩૭૦)એ ટીએમસીના ડૉ. ઑમ પ્રકાશ મિશ્રા(૫૩,૭૮૪) મતોથી હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘કેન્દ્રીય બળ સામે લોકોને ભડકાવવાથી મદદ નહિ મળે. ટીએમસી બંગાળમાં હિંસાની સંસ્કૃતિને જન્મ આપી રહી છે.’ ખડગપુર સદરમાં ભાજપના હીરામનમય ચટ્ટોપાધ્યાય(૭૯,૬૦૭)એ ટીએમસીના પ્રદીપ સરકાર(૭૫,૮૩૬)ને હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘ખડગપુરનુ આ ક્ષેત્ર આપણને મિની ઈન્ડિયાની ઝલક આપે છે, મમતા બેનર્જી વોટ બેંકની રાજનીતિ માટે તુષ્ટિકરણનો ખેલ ખેલી રહ્યા છે.’ કૂચ બિહારમાં ભાજપના નિલાદ્રી રંજન ડે(૯૧,૫૬૦)એ ટીએમસીના અવિજિત ડી ભૌમિક (૮૬,૬૨૯)ને હરાવ્યા.

પીએમે શું કહ્યુ હતુઃ ‘મમતા નંદીગ્રામમાં પ્રતિષ્ઠાની લડાઈ હારશે.’ બાંકુરામાં ભાજપના નિલાદ્રી શેખર ડાબા(૯૫,૪૬૬)એ ટીએમસીના સયાંતિકા બેનર્જી(૯૩,૯૯૩) મતોથી હરાવ્યા. પીએમે શું કહ્યુઃ ‘ટીએમસી માત્ર ખોખલા વચનો આપે છે. તે બળજબરીથી વસૂલી કરનારનુ રેકેટ ચલાવી રહી છે.’ કાંથી દક્ષિણમાં ભાજપના અરુપ કુમાર દાસ(૯૮,૪૭૭)એ ટીએમસીના જ્ર્યોતિમય કર(૮૮,૧૮૪) સામે જીત મેળવી. પીએમે શું કહ્યુ હતુઃ ‘૨ મેએ દીદી જઈ રહ્યા છે, અસલી પરિવર્તન આવી રહ્યુ છે’.

તમને જણાવી દઈએ કે નંદીગ્રામથી જીતનાર ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારી આ લોકસભા ક્ષેત્રના સાંસદ છે. કલ્યાણીમાં ભાજપના અંબિકા રૉય(૭૬,૭૨૪) ટીએમસીને અનિરુદ્ધ વિશ્વાસ(૭૨,૪૨૩)ને હરાવ્યા. પીએમે શું કહ્યુ હતુઃ ‘બંગાળના લોકો સોનાર બાંગ્લા ઈચ્છે છે, બંગાળને હવે અસલ પરિવર્તનની જરૂર છે.’ ગંગારામુરમાં ભાજપના સત્યેન્દ્રનાથ રૉય(૮૮,૭૨૪)એ ટીએમસીના ગૌતમ દાસ(૮૪,૧૩૨)ની હરાવ્યા. પીએમે શું કહ્યુઃ ‘મા ગંગાએ હંમેશા ભાજપને પોતાના આશીર્વાદ આપ્યા છે, ૨ મેના રોજ બંગાળ પણ એ આશીષ આપનારી લિસ્ટમાં આવી જશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.