નારોલમાં લૂંટેરી દુલ્હનો રૂપિયા લઈ ફરાર
નારોલનાં યુવાને લગ્ન કરવા સવા લાખ આપ્યાઃ બંને યુવતીઓ ભાગી ગઈ |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં તથા રાજ્યમાં કેટલીય લેભાગુ ટોળકીઓ સક્રીય છે જે લગ્ન વાંચ્છુક યુવાનોને ફસાવીને તેમની સાથે તેમની જ ગેંગની યુવતીઓનાં લગ્ન કરાવતા હોય છે બાદમાં તક મળતા જ આ યુવતીઓ યુવાનોને ઘરમાથી રૂપિયા તથા ઘરેણા લઈને તિજારી સાફ કરી છુમંતર થઈ જતી હોય છે જ્યારે આવી ટોળકીના સભ્યો પાસે યુવાનો ફરીયાદ લઈને જતા હોય ત્યારે આ ટોળકીઓ હાત અધ્ધર કરે છે છાશવારે આવો ફરીયાદો શહેરના પોલીસના ચોપડે નોંધાતી રહે છે
અગાઉ આવા ગુનામાં પોલીસે કેટલીક ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે તેમ છતા નવા નવા કેસ સમયાંતરે સામે આવે છે આવી જ વધુ એક ફરીયાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં ચોપડે નોધાઈ છે જેમાં યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા બાદ તેના લગ્ન એક યુવતી સાથે કરાવવામાં આવ્યા હતા જા કે તેને બીજે પરણાવી દેવાયા બાદ અન્ય યુવતી સાથે તેના લગ્નનો વાદો કરવામાં આવ્યો હોત આ યુવતી પણ યુવાનને છોડીને જતી રહેતા તેણે છેવટે પોલીસ ફરીયાદ નોધાવી છે.
યતીન વિનોદભાઈ ગજ્જર નારોલ અસલાલી હાઈવે ખાતે પોતાના પરીવાર સાથે રહે છે તેમની જ્ઞાતિમાં કન્યાની અછત હોવાથી પાંત્રીસ વર્ષીય યતીનભાઈએ દિનેશ મિ†ી રહે કોઝી હોટલની ગલીમાં ચર્ચની બાજુમા નારોલ ને આ અંગે વાત કરી હતી દિનેશે વંદના કમલેશભાઈ ત્રિવેદી નામની સાથે ઓળખ કરાવી હતી
આશરે સવા વર્ષ અગાઉ દિનેસભાઈ વંદનાને લઈને યતીનભાઈના ઘરે આવ્યા હતા અને લગ્ન અંગે ચર્ચા કરી દોઢ લાખના ખર્ચ અંગે વાત કરી હીત જા કે રકઝકનાં અંતે રૂપિયા એક લાખ ત્રીસ હજાર આવાનુ નક્કી થયુ હતુ બાદમા ૨૩-૧૦-૧૮ તારીખે વંદના યતીનભાઈએ લઈને સુરત તથા મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા લુગડાણાના કનોડા ગામ ખાતે ગઈ હતી
જ્યા યોગીતા પાટીલ નામની છોકરી બતાવી હતી યતીન તથા યોગીતાએ એકબીજાના પસદ કરતાં યોગીત સાથે આરતી ગાધે અને તેનો પતિ આનંદ ગાયે પણ અમદાવાદ આવવા નીકળ્યા હતા તથા શાહપુર આર સી હાઈસ્કૂલ ખાતે આવેક એક મેરેજ બ્યૂરોમાં બંનેના લગ્ન કરાવ્યા હતા લગ્ન પેટે યતીને વંદનાને અગાઉથી જ ૪૦ હજાર રૂપિયા આપ્યા હતા.લગ્ન કરાવ્યા બાદ વંદનાએ બાકીના રૂપિયા માંગતા વાયદા મુજબ યતીને મહીના બાદ આપાવનુ કહેતા વંદના તથા આનંદ અને આરતી યોગિતાને લઈને જતા રહ્યા હતા.
વીસ દિવસ બાદ આનંદ તથા વંદના મીના નામની અન્ય છોકરી લઈને આવ્યા હતા તથા યોગિતાએ કોઈ બીજાને લઈને જતી રહી છે તેનુ જણાવતા યતીનભાઈ ચોકી ગયા હતા બીજી તરફ છેતરપીડી કરવા આવેલા વંદના તથા આનંદે જા રૂપિયા આપે તો મીના સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપતા યતીને તાત્કાલીક ૭૫ હજાર રૂપિયા ઉધારે લઈ વંદનાને આપ્યા હતા
ત્યારે થોડા દિવસ સુધી મીના યતીન સાથે રહી હીત અને એક દિવસ બંને કાકરીયા ફરવા ગયા ત્યારે લધુશંકા કરવા ગયેલી મીના પરત ન ફરતા યતકીનભાઈએ તેની શોધખોળ આદરી હતી બીજી તરફ યતીનભાઈ વંદના લઈને સુરત તપાસ કરતા મીના તેના ઘરે કનોડા ગામે ખાતે મળી આવી હતી અને તેણે પોતાને યતીન ન ગમતો હોવાનુ કહ્યુ હતુ.
જેથી યતીનભાઈ વંદના પાસે રૂપિયા પરત માગતા તેણે ગલ્લા તલ્લા કર્યા હા દસ મહીનાથી વધુ થવા છતા વંદના અને અન્ય લોકોએ રૂપિયા સવાલાખ પરત ન કરતા યતીનભાઈએ છેવટે મણીનગર પોલીસ સ્ટેશનમા તમામ વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોધાવી છે.
લુંટેરી દુલ્હનનો કિસ્સો ફરી એક વખત શહેર પોલીસનાં ચોપડે નોંધાતા પોલીસ પણ સક્રીય થઈ ગઈ છે અને તમામ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.