Western Times News

Gujarati News

નકલી IPS બની આવેલી મહિલાએ પોલીસ કમિશ્નર કચેરીમાં હોબાળો મચાવ્યો

માધવપુરા પોલીસે અસ્થિર મગજની મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી નકલી પોલીસ બનીને નિર્દોષ નાગરિકો પાસેથી લુંટફાટ કરવામાં આવી રહી છે આ પરિસ્થિતિમાં   ગઈકાલે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી શહેર પોલીસ કમિશ્નરની કચેરીમાં જ એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં બપોરના સમયે પોલીસ કમિશ્નર કચેરીમાં એક મહિલા ઘુસી આવી હતી અને તે પોતાને આઈપીએસ ઓફિસર જણાવી સમગ્ર કચેરીમાં માથે લેતા જ ચોંકી ઉઠેલા અધિકારીઓએ તાત્કાલિક આ નકલી આઈપીએસ ઓફિસર બની આવેલી મહિલાને માધવપુરા પોલીસને સોંપી હતી

તપાસ કરતા આ મહિલા અસ્થીર મગજની હોવાનું બહાર આવ્યું છે અને ઘટનાની જાણ થતાં મહિલાના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતાં. આ અંગેની વિગત એવી છે કે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની કચેરીમાં શહેર પોલીસ તંત્રનો કંટ્રોલરૂમ આવેલો છે આ કંટ્રોલરૂમમાં ગઈકાલે બપોરે ૧ર વાગ્યાની આસપાસ અધિકારીઓ હાજર હતાં

આ દરમિયાનમાં જ એક મહિલા કંટ્રોલ રૂમમાં ઘુસી જતાં અધિકારીઓ ચોંકી ઉઠયા હતા આ મહિલાએ કંટ્રોલ રૂમમાં રોફ જમાવવા માટે જણાવ્યું હતું કે તે ર૦૦ર થી આઈપીએસ ઓફિસર તરીકે ફરજ બજાવી રહી છે અને તેની તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે આ મહિલાઓ રૂઆબ જાઈ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતા એક અધિકારીએ તેની પાસે આઈકાર્ડ માંગ્યુ હતું જેના પરિણામે મહિલા ઉશ્કેરાઈ હતી અને રોફ જમાવવા લાગી હતી.

પોલીસ કંટ્રોલ રૂમમાં જ ઘુસી ગયેલી અજાણી મહિલાએ ભારે બુમાબુમ કરી મુકી હતી ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક માધવપુરા પોલીસ સ્ટેશનને જાણ કરતા જ માધવપુરા પોલીસનો સ્ટાફ આવી પહોચ્યો હતો અને મહિલા પોલીસે આ મહિલાની અટકાયત કરી હતી તપાસ કરતા તેનું નામ મીનાક્ષી અંબાલાલ પટેલ અને નરોડા સૈજપુર બોઘા પાસે પારસનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું

માધવપુરા પોલીસે નકલી આઈપીએસ બનીને આવેલી મહિલાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને ત્યાંથી તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતાં અને તેઓએ પોલીસ અધિકારીઓને કેટલીક વિગતો જણાવી હતી પરિવારજનોના જણાવ્યા અનુસાર આ મહિલા અસ્થીર મગજની છે અને તે કયારે ઘરની બહાર નીકળી ગઈ તેની તેઓને ખબર નથી જાકે તેની સામે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી દેવાતા હવે પોલીસની આગળની કાર્યવાહી પર નજર મંડાયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.