Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં તસ્કરો હિંસક બન્યા

મોડી રાત્રે ચોરી કરવા ઘુસેલા તસ્કરોને પડકારતા જ યુવકને સંખ્યાબંધ ચપ્પાના ઘા ઝીંકી દીધા : સ્થાનિક નાગરિકોમાં ફફડાટ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં   કારણે ગુનાખોરી વકરી રહી છે પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે ત્યારે બીજીબાજુ શહેરમાં પરિસ્થિતિમાં  થાળે પાડવા પોલીસતંત્ર દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે તેમ છતાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ વધી રહી છે છેલ્લા કેટલાક દિવસથી તસ્કરો હિંસક બનતા નાગરિકો ઉપર સશ† હુમલા કરવા લાગ્યા છે

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પણ ગઈકાલે મોડી રાત્રે આવો જ એક બનાવ બન્યો છે જેમાં એક શ્રમિક યુવકના ઘરમાં જ પ્રવેશેલા તસ્કરોને જાઈ જતા યુવકે તેમને પડકારતા જ ઉશ્કેરાયેલા તસ્કરોએ તેના પર ચપ્પાના સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યો છે આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ અને રોષની લાગણી ફેલાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની કચેરીને અડીને આવેલા મેઘાણીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની પરિસ્તિતિ સાવ કથળી ગઈ છે જેના પરિણામે સ્થાનિક નાગરિકો સતત અસલામતીની લાગણી અનુભવે છે બે દિવસ પહેલા સગીરની હત્યા કરવામાં આવી હતી

આ ઘટનાની હજી તપાસ ચાલુ છે ત્યાં જ ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી છે મેઘાણીનગર પોલીસ સ્ટેશન હેઠળના ચમનપુરા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં રહેતા વિક્રમસિહ રણજીતસિહ નામનો ૩ર વર્ષનો યુવક ગઈકાલે રાત્રે છુટક મજુરી કરીને ઘરે પરત આવ્યો હતો અને ઘરની બહાર સુઈ ગયો હતો.

મજુરી કામેથી પરત આવેલા વિક્રમસિહ રાત્રે સુતો હતો ત્યારે અચાનક જ એક વાગ્યાની આસપાસ અચાનક જ અવાજ થતાં તે જાગી ગયો હતો અને તેણે બે શખ્સોને જાયા હતાં આ બંને શખ્સો ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરતા હતાં તે જાઈ વિક્રમસિંહે આ બંને શખ્સોને પડકારતા જ ઉશ્કેરાયેલા બંને શખ્સોએ વિક્રમસિહ પર હુમલો કર્યો હતો એક શખ્સે તેની પાસે રહેલી પાઈપ મારવા જતાં વિક્રમસિંહે પાઈપ પકડી લીધી હતી આ દરમિયાનમાં જ બીજા શખ્સે પોતાની પાસેનું ચપ્પુ કાઢી વિક્રમસિંહના શરીર પર સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતાં ગંભીર ઈજાઓ થવાના કારણે વિક્રમસિંહે બુમાબુમ કરતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.

વિક્રમસિંહની બુમાબુમથી લોકોનુ ટોળુ ભેગુ થવા લાગતા જ આ બંને ચોર ભાગી છુટયા હતા બીજીબાજુ લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયેલા વિક્રમસિંહને જાઈ સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ ૧૦૮ એમ્બ્યુલન્સના ડોકટરોએ ગંભીર હાલતમાં વિક્રમસિંહને સિવિલ હોસ્પિટલાં ખસેડયો છે જયાં તેની હાલત ગંભીર છે

બીજીબાજુ મેઘાણીનગર પોલીસ પણ સ્થળ પર આવી પહોચી હતી અને સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના રાત્રિના સમયના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો પણ શરૂ કર્યાં છે.

તસ્કરો છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં હિંસક હુમલા પણ કરવા લાગતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે આ એક વ્યસ્થિત ગેંગ હોવાનું મનાઈ રહયું છે જેના પગલે ઉચ્ચ અધિકારીઓએ આ અંગે સઘન તપાસ કરવાનો આદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.