ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨ કરોડને પાર પહોંચી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona-11.jpg)
નવીદિલ્હી: કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોતના મામલાઓમાં ભારતે મેક્સિકોને પાછળ છોડી દીધું છે અને ત્રીજા નંબર પર આવી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં ૨ લાખ ૨૨ હજાર ૪૦૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલામાં અમેરિકા પહેલા નંબર પર છે. અહીં ૫.૯૨ લાખ અને બ્રાઝિલમાં ૪.૦૭ લાખ લોકોનાં મોત થયા છે. ચોથા નંબરે પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં ૨.૧૭ લાખ દર્દીઓનાં મોત થયા છે.
૪ મે મંગળવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૫૭,૨૨૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૪૪૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૦૨,૮૨,૮૩૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૫,૮૯,૩૨,૯૨૧લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ૪ મે મંગળવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૫૭,૨૨૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૪૪૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૦૨,૮૨,૮૩૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૫,૮૯,૩૨,૯૨૧લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.દેશના ઘણા રાજ્યોએ પહેલાથી જ તેમના સ્તરે અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. હરિયાણામાં સંપૂર્ણ લોકડાઉન છે, મહારાષ્ટ્ર, દિલ્હી, ઓડિશા, યુપીમાં પણ ઘણા દિવસોથી પ્રતિબંધો છે. આ સિવાય ઘણા રાજ્યો વીકએન્ડ લોકડાઉન, નાઇટ કર્ફ્યુ દ્વારા સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.