Western Times News

Gujarati News

ઓપ્પો A53s 5G: મીડિયાટેક ડાઇમેન્સિટી 700 સાથે ભારતનો સૌથી વાજબી 5G ફોન

આ 5G રેડી ફોન ડ્યુઅલ SIM 5G, 8GB RAM સાથે આવે છે અને RAMમાં વધારો કરવાની સુવિધા ધરાવે છે

નવી દિલ્હી, વિશ્વની અગ્રણી સ્માર્ટ ડિવાઇઝ બ્રાન્ડ ઓપ્પોએ આજે સંપૂર્ણપણે નવા ઓપ્પો A53s 5G લોંચ કરવાની જાહેરાત કરી છે – જે પોકેટ-ફ્રેન્ડલી સેગમેન્ટમાં સૌથી સ્લીક અને સૌથી વાજબી 5G રેડી ફોન છે. આ ફોન 8 જીબી મેમરી ઓફર કરે છે અને મીડિયાટેકની ડાઇમેન્સિટી 700 ચિપસેટ દ્વારા પાવર્ડ છે. ઓપ્પો A53s 5G ઓપ્પોની A સીરિઝના ફોનના ચાહકો માટે આવશ્યક બનશે એ નિશ્ચિત છે, કારણ કે આ જનરેશન “વધારે મેમરી, હાઈ સ્પીડ” ઇચ્છે છે. ઓપ્પો A53s 5Gની કિંમત ફક્ત રૂ. 14,990/-થી શરૂ થાય છે.

ઓપ્પો તમામ માટે અદ્યતન ભવિષ્યલક્ષી ટેકનોલોજી સુલભ કરવા કટિબદ્ધ છે. આ ફિલોસોફીને અનુરૂપ છેલ્લા થોડા મહિનાઓમાં ઓપ્પોએ વાજબી કિંમતે વિવિધ 5G ફોન લોંચ કર્યા છે. ઓપ્પો રેનો5 પ્રો 5Gથી શરૂ કરીને પ્રીમિયમ સેગમેન્ટમાં એફ19 પ્રો+ 5G, પોકેટ ફ્રેન્ડલી સેગમેન્ટમાં ઓપ્પો A74 5G પછી હવે ઓપ્પો A53s 5G પ્રસ્તુત કર્યો છે.

A સીરિઝના યુઝર્સ લેટેસ્ટ ટેકનોલોજી મેળવવા જ ઇચ્છતાં નથી. તેઓ તેમના જીવન માટે લાભદાયક, ઓછામાં ઓછો વિક્ષેપ ઊભો કરે એવી ટેકનોલોજી અપનાવવા ઇચ્છે છે. હાઈ-સ્પીડ પર્ફોર્મન્સ અને લાંબો સમય ચાલતી બેટરીથી લઈને સુંદર ડિસ્પ્લે અને ફેશનેબલ ડિઝાઇન સુધી A સીરિઝના ફોન શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવાની સાથે તેમની મુખ્ય ખાસિયતો તેમના જીવનને શ્રેષ્ઠ બનાવે છે.

ઓપ્પો ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર દમ્યંત સિંહ ખનોરિયાએ કહ્યું હતું કે, “અમે નવા A53s 5G સાથે અમારી A સીરિઝમાં વધુ એક નવો 5G ફોન પ્રદાન કરીને ખુશ છીએ. આ ફોન શ્રેષ્ઠ ખાસિયતો ઓફર કરવાની સાથે આખો દિવસ ચાલશે એ સુનિશ્ચિતતા કરશે. વળી આ ફોન 5G રેડી છે તથા પર્યાપ્ત સ્ટોરેજ ધરાવે છે. તમને એમાં કોઈ પણ પ્રકારના વિક્ષેપનો અનુભવ નહીં થાય અને સાથે સાથે સતત મનોરંજન પણ માણી શકશો.”

કોઈ પણ સ્માર્ટફોન સાથે સાતત્યપૂર્ણ નેટવર્ક કનેક્ટિવિટી મહત્વપૂર્ણ છે અને એનાથી યુઝરને સારો કે ખરાબ અનુભવ મળી શકે છે. ઓપ્પો A53s 5G એના ડ્યુઅલ સિમ 5Gને કારણે ઝડપી 5G નેટવર્ક કનેક્શનને સપોર્ટ કરે છે, જે મીડિયાટેકની ડાઇમેન્સિટી 700 ચિપ પર ચાલે છે. પણ આટલું જ પૂરતું નથી.

ડ્યુઅલ સિમ ડ્યુઅલ સ્ટેન્ડબાય (5G) તમને બે 5G સિમ કાર્ડનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. વળી ઓપ્પો A53s 5Gએ એની 5Gની ક્ષમતા માટે થોડી વધારે સુવિધા પણ આપી છે. આ કન્ફિગરેશન સાથે તમે સ્થિર નેટવર્કનો લાભ મેળવશો, જેથી કનેક્શન ક્યારેય તૂટશે નહીં, કારણ કે 360° એન્ટેના સ્વિચ ટેકનોલોજી ચાર સંલગ્ન એન્ટેનાનો ઉપયોગ કરશે, જેથી તમે તમારો ફોન ગમે એ રીતે પકડ્યો હોય એને સિગ્નલ મળશે.

ઓપ્પો A53s 5Gથી તમારા કનેક્શનની ઝડપ પણ ઘટશે નહીં, કારણ કે લિન્કબૂસ્ટ તમારા ફોનને વાઇ-ફાઈ અને 5G એમ બંને સાથે જોડશે, જેથી તમે એકસાથે વધારે કામગીરી સાતત્યપૂર્ણ રીતે કરી શકશો. જ્યારે સ્માર્ટ 5G ઓટોમેટિક સ્વિચ 5Gથી 4G/LTE કનેક્શનમાં ઓટોમેટિક સ્વિચ થશે, ત્યારે સ્માર્ટ 5G ઓટોમેટિક શીડ્યુલિંગ તમારી એપ પર બેસ્ટ નેટવર્ક કન્ફિગરેશનને આધારે નેટવર્કમાં સ્વિચ થઈ શકે છે, જેમાં તમારું કનેક્શન એકાએક બંધ થતું નથી અને તમારી બેટરીનો વધારે વપરાશ કરતું નથી.

ઉપરાંત ઓપ્પો A53s 5G આખો દિવસ ચાલી શકે છે. સાથે સાથે અમે સ્ટોરેજ અને મેમરી પર પણ ધ્યાન આપ્યું છે. ઓપ્પો A53s 5Gને અલ્ટ્રા-લાર્જ મેમરી અને સ્ટોરેજ પર ગર્વ છે. ડિવાઇઝ માઇક્રો એસડી સ્લોટ દ્વારા 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે તથા તમે 6GB અને 8GBની મેમરીમાંથી પસંદ કરી શકો છો. આ ફોનની વિશિષ્ટ ખાસિયત છે – ઓપ્પોની રેમમાં વધારો, આ ફ્રેમ લોસ, ફ્રેગમેન્ટેશનની શક્યતામાં ઘટાડો કરે છે તેમજ ડેટા રીડિંગમાં વિલંબ ઘટાડે છે તથા યુઝર્સને લાંબો સમય, શ્રેષ્ઠ અનુભવ મળે એ સુનિશ્ચિત કરે છે.

હકીકતમાં ઓપ્પો A53s 5Gની 5000mAhની બેટરી ક્ષમતા આખો દિવસ ચાલે એવી પર્યાપ્ત ક્ષમતા ધરાવે છે. અગાઉના જનરેશનના ડિવાઇઝની સરખામણીમાં તમને ઓપ્પો A53s 5Gનો 3 કલાક વધુ ઉપયોગ કરવાની, 37.8 કલાકનો ટોક ટાઇમ અને 17.7 કલાકના વીડિયો પ્લેબેકની સુવિધા મળશે. વળી જ્યારે તમારે જરૂર પડે,

ત્યારે સુપર પાવર સેવિંગ મોડ સીપીયુ ફ્રીક્વન્સી અને સ્ક્રીનની બ્રાઇટનેસને એડજસ્ટ કરીને તમારી બેટરીનો વપરાશ ઘટાડશે, જેથી તમને તમારા મેસેજને પૂર્ણ કરવા કે ટેક્ષીમાં સુવિધાજનક રીતે ફોનનો ઉપયોગ કરવા પર્યાપ્ત સમય મળશે. જો તમે રાતે તમારા ફોનને ચાર્જ કરવાનું ભૂલી ગયા હશો, તો સુપર નાઇટટાઇમ સ્ટેન્ડબાય તમારી બેટરીનો ફક્ત 2 ટકા સુધીનો વપરાશ સુનિશ્ચિત કરશે.

આ તમામ સમયગાળામાં ફોનનું હાર્ડવેર અને સ્પીડ એની અલ્ટ્રા આઇ કેર ડિસ્પ્લેમાં પરિણમશે, જે એના 16.55સેમી વોટરડ્રોપ ડિસ્પ્લે પર મોટા 89 ટકા સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો સાથે તમને શ્રેષ્ઠ અનુભવ આપશે. વળી જો તમે તમારા ફોનને લાંબો સમય જોશો, ડિમ કે બ્રાઇટ લાઇટિંગમાં જોશો,

તો પણ ઓલ-ડે AI આઇ કમ્ફર્ટ અનેક ખાસિયતો ઓફર કરશે, જે તમારી આંખોની સુવિધા જાળવશે. એમાં સનલાઇટ સ્ક્રીન, હાયર સનલાઇટ સ્ક્રીન, ઓપ્પોની ફ્લેગશિપ 4096 લેવલ્સ બ્રાઇટનેટ અને AI સ્માર્ટ બેકલાઇટિંગ સામેલ છે. ઓપ્પો A53s 5G નાઇટ મોડ, આઇ કમ્ફર્ટ મોડ અને લો-બ્રાઇટનેસ ફ્લિકર-ફ્રી અનુભવને પણ સપોર્ટ કરે છે.

તમારી સ્ટાઇલને અનુરૂપ શ્રેષ્ઠ ડિઝાઇન

A સીરિઝના ફોન શ્રેષ્ઠ ડિઝાઇનની સાથે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપે છે. એની ડિઝાઇન શ્રેષ્ઠ લૂક ધરાવે છે અમે હાથમાં સુંદર ફીલ આપે એવો સ્લિમ ફોન ડિઝાઇન કર્યો છે, જે માટે એનું 3ડી કર્વ્ડ બોડી, રાઉન્ડેડ એજીસ અને લાઇટવેઇટ ડિઝાઇન જવાબદાર છે. સંયુક્તપણે ઓપ્પો A53s 5Gનું વજન આશરે 189.6 ગ્રામ છે અને ફક્ત 8.4 એમએમ પાતળો છે,

જે તમારા હાથમાં સરસ રીતે ફિટ થાય છે. હકીકતમાં સંપૂર્ણ પ્રીમિયમ લૂક માટે શ્રેષ્ઠ ડિઝાઇન સાથે ઓપ્પો A53s 5G સાઇડ ફિંગરપ્રિન્ટ અનલોક ખાસિયત ધરાવે છે, જેમાં પાવર બટન છે અને ફિંગરપ્રિન્ટ સેન્સર્સની થિકનેસ એકાએક પડી જવા સામે રક્ષણ મળે  એવી વિશ્વસનિયતા માટે ડિઝાઇન કરેલી છે. આ રીતે ફોન ઝડપથી અને સરળતાપૂર્વક અનલોક થાય છે.

ઓપ્પો A53s 5Gનો સ્પષ્ટ, સ્લીક અને પ્રીમિયમ દેખાવ બે આધુનિક કલર્સ સાથે શ્રેષ્ઠ થયો છે, જે તમને ખરેખર પસંદ પડશે. જ્યારે ક્રિસ્ટલ બ્લૂ અલ્ટ્રામરિન કલર છે, જે હાઇ-ગ્રેડ સિલ્વર તરફ સતત ટ્રાન્ઝિશન છે, જે પ્રતિબિંબિત ગ્લાસ લાઇટિંગ ઇફેક્ટ છતાં અર્ધપારદર્શકતા આપશે, ત્યારે ઇન્ક બ્લેક 50એનએમ મેટલ કોટિંગને કારણે હળવા વાદળી રંગની છાટ સાથે મેટ્ટ કલર ઓફર કરશે.

શ્રેષ્ઠ તસવીરો અને વીડિયો માટે પાવરફૂલ કેમેરા

ઓપ્પો A53s 5G એઆઈ ટ્રિપલ કેમેરા ધરાવે છે, જે 13એમપી મેઇન કેમેરા, એક પોર્ટ્રેટ કેમેરા અને 2એમપી મેક્રો કેમેરા છે. કેમેરા પોર્ટ્રેટ મોડ ધરાવે છે, જે બોકેહ ઇફેક્ટ સાથે પોર્ટ્રેટ શોટ લે છે. ફોટોને ઇફેક્ટ આપવા પોર્ટ્રેટ મોડમાં તમે ફિલ્ટર્સ એડ કરી શકો છો અથવા ઓટોમેટિક ઉચિત સ્કિન ટોન માટે આ ફોનની ક્ષમતા પર નિર્ભર રહી શકો છો.

પોર્ટ્રેટ શોટ હોય કે ન હોય, તમે અલ્ટ્રા ક્લીઅર 108એમપી ઇમેજ લઈ શકો છો, જે હાઈ રિઝોલ્યુશનમાં ફોટો આપે છે, જેમાં જો તમે ફોટોને ઝૂમ કરો, તો પણ શોટની દરેક ડિટેલ જળવાઈ રહે છે. આર્ટિસ્ટિક શોટ માટે તમે મેક્રો મોડ અજમાવી શકો છો, જેનો તમે પાન પર પાણીના ટીપા જેવો ક્લોઝ-અપ શૂટ માટે ઉપયોગ કરી શકો છો,

ઓપ્પો A53s 5G 15 ફોટો ફિલ્ટર્સ અને 10 વીડિયો ફિલ્ટર્સ સુધી પણ ઓફર કરે છે. જ્યારે તમારા વાતાવરણની ફોટોગ્રાફી કરો, ત્યારે ઓપ્પો A53s 5G થોડી વધારે ટ્રિક્સ ધરાવે છે. જ્યારે AI સીન રેકગ્નિશન 22 અલગ સ્થિતિમાં ફોટોગ્રાફીની સુવિધા આપે છે, ત્યારે ડેઝલ કલર આ શોટને વધારે ચમકદાર બનાવશે, પણ કુદરતી રંગ જાળવી રાખશે.

એ જ રીતે, અલ્ટ્રા નાઇટ મોડ અવાજ ઘટાડી, શોટ બેલેન્સ દેખાય એટલી ડાયનેમિક રેન્જ વધારી ફોટોનું શ્રેષ્ઠ પરિણામ આપશે તથા તમે આ નાઇટ શોટમાં વધુ ત્રણ ફિલ્ટર્સ ઉમેરી શકો છો. જ્યારે 8 એમપી ફ્રન્ટ કેમેરા પર AI બ્યૂટિફિકેશન તમને સુંદર સેલ્ફી લેવા સક્ષમ બનાવશે અને સાથે સાથે ડાઘને ઢાંકશે,

ત્યારે આસપાસની લાઇટને આધારે તમારી સ્કિનના ટોનને એડજસ્ટ કરશે. ફ્રન્ટ કેમેરા ડિમ લાઇટમાં સારામાં સારો શોટ આપશે, કારણ કે અલ્ટ્રા નાઇટ સેલ્ફી બ્રાઇટનેસના જુદા જુદા સ્તરમાં એકસાથે 8 ફોટો લેશે અને તેમનો સંતુલિત લાઇટિંગમાં સમન્વય કરશે.

આદર્શ સંતુલન સ્થાપિત કરવા અસરકારક ઇન્ટરનલ સુવિધાઓ

ઓપ્પો A53s 5G શ્રેષ્ઠ લૂક સાથે આખો દિવસ ચાલે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તમારી લાઇફસ્ટાઇલ વધારવા ઓપ્પો A53s 5G ઓપ્પો કલરOS 11 પર સરળ અને ઉપયોગી ખાસિયતો ઓફર કરશે. એમાં તમામ જનરેશન માટે ઉત્પાદકતા, ફોનનો અસરકારક ઉપયોગ અને યુઝરને અનુકૂળ ખાસિયતો સામેલ છે.

ફ્લેક્સડ્રોપ તમને તમારા ફોન પર એકથી વધાર કામગીરી કરવા સક્ષમ બનાવશે, કારણ કે કોઈ પણ એપને ફ્લોટિંગ મિની વિન્ડોની જેમ મિનિમાઇઝ કરી શકાશે, ત્યારે ટેક્સ્ટ સ્કેનર ડોક્યુમેન્ટના ફોટોને એડિટેબલ ટેકસ્ટ ફાઇલમાં કન્વર્ટ કરી શકે છે.

વિક્ષેપ ઘટાડવા અને ફોન લાંબો સમયથી વપરાશમાં હોવા છતાં એની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા સિસ્ટમ બૂસ્ટર તમારી સૌથી વધુ વપરાશ ધરાવતી એપ્સને પ્રીલોડ કરવા ઇન્ટેલિજન્ટ રીતે સિસ્ટમના સંસાધનોની પુનઃગોઠવણી કરીને તમારા ફોનની સ્પીડમાં વધારો કરશે, જેથી 20 ટકા ઝડપી લોડ ટાઇમ થશે.

સ્મૂધ મોશન ઇફેક્ટ્સ એપ લોંચ કરતા સ્પીડ અને સરળતા વધારશે. ફોનની રિમોટ એક્સેસ ખાસિયત કોઈ પણને તેની સ્ક્રીન રિમોટલી શેર કરવા સક્ષમ બનાવશે. આ ફોન સિમ્પલ મોડ જેવી ખાસિયતો પણ ધરાવે છે, જેથી ફોનની સાઇઝ વધશે. વળી કિડ સ્પેસ વધારે વપરાશથી બાળકની આંખને રક્ષણ આપવા ડિઝાઇન કરેલી છે.

ઓપ્પો A53s 5G બીજી મેથી બે કલર – ક્રિસ્ટલ બ્લૂ અને ઇન્ક બ્લેકમાં ઉપલબ્ધ થવાનું શરૂ થશે. ઓપ્પો A53s 5G રૂ. 14,990માં 6GB RAM + 128GB ROM અને રૂ. 16,990માં 8GB RAM + 128GB ROMમાં ઉપલબ્ધ થશે. ઓપ્પો A53s 5G ફ્લિપકાર્ટ અને મેઇનલાઇન રિટેલ સ્ટોર્સમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.

ગ્રાહકો રિટેલ આઉટલેટ્સ દ્વારા અગ્રણી બેક પાર્ટનર્સ – એચડીએફસી બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, કોટક બેંક, બેંક ઓફ બરોડા અને ફેડરેલ બેંક પાસેથી 5 ટકા કેશબેકનો લાભ મેળવી શકે છે. ઓપ્પો એના ફાઇનાન્સ પાર્ટનર્સ પાસેથી ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ અને 1 વર્ષની એક્ષ્ટેન્ડ વોરન્ટી સાથે 6 મહિના સુધી નો કોસ્ટ ઇએમઆઈ પણ ઓફર કરે છે. ગ્રાહકો પેટીએમ દ્વારા ચુકવણી કરીને 11 ટકા કેશબેક મેળવશે.

ગ્રાહકો ફ્લિપકાર્ડ પર ઓનલાઇન ઓર્ડર આપીને એચડીએફસી બેંકના કાર્ડ અને ક્રેડિટ કાર્ડના વ્યવહાર પર રૂ. 1250ના ફ્લેટ તાત્કાલિક ડિસ્કાઉન્ટ, 2 વર્ષની વોરન્ટી (1 વર્ષ એક્ષ્ટેન્ડેડ), રૂ. 1માં 70 ટકા સુધી બાયબેક, 9 મહિના સુધી નો કોસ્ટ ઇએમઆઈનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત ઓપ્પોના હાલના ગ્રાહકો તેમના ઓપ્પોના ફોનને અપગ્રેડ પણ કરી શકે છે અને રૂ. 1500નું વધારાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.