Western Times News

Gujarati News

L&T મેડિકલ-ગ્રેડ ઓક્સિજન જનરેશન યુનિટનું નિર્માણ કરવા યુદ્ધના ધોરણે કાર્યરત

22 યુનિટ દેશભરમાં વિવિધ હોસ્પિટલને દાન થશે -ઓક્સિજન યુનિટ્સ તાત્કાલિક કાર્યરત થશે, પ્લગ-એન્ડ-પ્લે સિદ્ધાંત સિદ્ધાંત પર કામ કરશે

મુંબઈ, જ્યારે ભારત ‘કોવિડ 19ની બીજી લહેર’ ઓક્સિજનની ખેંચ તરફ દોરી ગઈ છે, ત્યારે એલએન્ડટીએ દેશમાં મેડિકલ-ગ્રેડના ઓક્સિજનની માગ પૂર્ણ કરવા માટે લાંબા ગાળાના સોલ્યુશન માટે કામગીરી શરૂ કરી છે.

એલએન્ડટી ટૂંક સમયમાં ભારતમાં વિવિધ હોસ્પિટલોને 22 ઓક્સિજન જનરેટર્સ પ્રદાન કરવાનું શરૂ કરશે, જ્યાં ઓક્સિજનની ખેંચ સૌથી વધુ છે. આ એકમો વાતાવરણમાંથી ઓક્સિજનને ખેંચીને પછી એને મેડિકલ-ગ્રેડના ઓક્સિજનમાં પરિવર્તિત કરશે અને હોસ્પિટલમાં અગાઉથી ઉપસ્થિત પાઇપમાં પમ્પ કરશે.

એમાંથી નવ ઉપકરણના પહેલા જથ્થાના પાર્ટ્સ 9 મેના રોજ ભારત પહોંચશે. ત્યારબાદ એને 15 મે સુધી હોસ્પિટલોને પ્રદાન કરવામાં આવશે, જેને સૌથી વધુ જરૂર છે અને બલ્ક ઓક્સિજનનો પુરવઠો મેળવવા જરૂરી માળખું ધરાવતી નથી.

એલએન્ડટીના સીઇઓ અને એમડી શ્રી એસ એન સુબ્રમન્યને કહ્યું હતું કે, “આ અભૂતપૂર્વ સ્થિતિ છે અને અમને ઓક્સિજનની અતિ જરૂરિયાત ઊભી થવાનું બહુ દુઃખ છે. માનવીય જીવન સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને એલએન્ડટી દેશની સેવા કરવા કટિબદ્ધ છે. ભારત અને વિદેશમાં અમારી ટીમો છેલ્લાં થોડા દિવસથી ઓક્સિજન જનરટેર્સ અને પીએસએ યુનિટનું એસેમ્બલ કરવા અન્ય ઘટકો ખરીદવા સતત કાર્યરત છે. સંયુક્તપણે આપણે કોવિડ-19ની સમસ્યામાંથી બહાર આવીશું.”

એલએન્ડટી દુનિયાના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ ઘટકો મંગાવી રહ્યું છે. એલએન્ડટીના હઝિરા ઉત્પાદન સંકુલમાં એકવાર એસેમ્બલિંગ થઈ જાય પછી દરેક પાર્ટ કોમ્પેક્ટહશે, સ્વતંત્ર રીતે ઓક્સિજન બનાવતા યુનિટ બનશે. પરીક્ષણ પછી તેમને વિવિધ હોસ્પિટલોમાં રવાના કરવામાં આવશે, જ્યાં તેઓ તાત્કાલિક જરૂરિયાત મુજબ મેડિકલ-ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરશે. દરેક યુનિટ એક કમ્પ્રેસ્સર, ડ્રાયર, ઓક્સિજન જનરેટર અને બે સ્ટોરેજ ટેંક ધરાવે છે, જે 1,750થી વધારે બેડ ધરાવતી હોસ્પિટલો કે તબીબી સુવિધાઓને સેવા આપી શકે છે.

આ યુનિટ પ્લગ-એન્ડ-પ્લેના સિદ્ધાંત પર કામ કરશે. એક વાર તમામ સંલગ્ન પાર્ટ્સનું ફેબ્રિકેશન થાય, પછી કમ્પ્રેસ્સર હવાને થોડી મિનિટોની અંદર ખાસ દબાણ પર પહોંચશે. પછી જનરેટર પાઇપમાં ઓક્સિજનનું પમ્પિંગ કરશે.

દરેક યુનિટ મિનિટદીઠ 1,000 લિટર (એલપીએમ)થી 500 એલપીએમની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે એક 1,000 એલપીએમનું મશીન 100થી વધારે બેડને સેવા આપી શકે છે. 500 એલપીએમ મશીન કોઈ પણ સમયે 50થી વધારે બેડને સેવા આપી શકે છે.

એલએન્ડટી હોસ્પિટલોની લાંબા ગાળાની ઓક્સિજનની માગ પૂર્ણ કરવામાં પ્રદાન કરે છે. આ કાયમી એકમો આગામી 10થી 15 વર્ષ માટે હોસ્પિટલોને સેવા આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.