ઈકો ફ્રેંડલી મૂર્તિઓ બનાવતા વલસાડના ચૈતાલી રાજપૂત
સર્વ દેવો માં પ્રથમ પૂજાનારા શ્રી ગણેશ મંગલકારી દેવ મનાય છે. માનવજીવનને રિદ્ધિ -સિદ્ધિ , સુખ -સંપત્તિ, દિવ્યતા આપતા શ્રી ગૌરી પુત્ર ગણેશજીની પધરામણી થનાર છે. મૂર્તિઓનું સર્જન-વિસર્જન લૌકિક છે.
પરંપરા મુજબ ભગવાનની માત્ર માટીનીજ મૂર્તિઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. હાલના સમય માં ગણપતિની વિશાળ મૂર્તિઓનું પ્રદર્શનનું આકર્ષણ વધી ગયું છે. આ મૂર્તિઓ અનેક પ્રકારના કુત્રિમ મિશ્રણથી બનાવેલ હોવાથી પર્યાવરણ તથા જળ સંપત્તિને ભારે નુકસાન થાય છે. તથા ઘણા એવા પર્યાવરણ પ્રેમીઓ ફક્ત માટીની જ મૂર્તિઓ સ્વીકાર કરે છે. વલસાડ શહેરમાં પણ માટીની શુધ્ધ ઈકો ફ્રેંડલી મૂર્તિઓનું સર્જન થવા પામ્યું છે.
જેમાં ચૈતાલી નિલેશ રાજપૂત છેલ્લા બે વર્ષથી ફક્ત માટીની મૂર્તિઓનું સર્જન કરે છે. આ વર્ષે પણ વલસાડના અબ્રામા સ્થિત પ્રમુખ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં અને ટી..વી. રીલે કેન્દ્ર રોડ સ્થિત સુરમયા રેસીડેન્સીમાં મંડપની મુખ્ય તથા પૂજનની મૂર્તિઓ શુધ્ધ માટીથી બનેલ છે. તથા વલસાડના અન્ય રહેવાસીઓએ પણ આ રીતે ફક્ત માટીની મૂર્તિઓ ઘર આંગણે આવકારી છે. આવા પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી રહે આવી બાપ્પા ને પ્રભુ પ્રાર્થના. ગણપતિ બાપ્પા મોર્યા.