ઓક્ટોબર મહિનામાં ત્રીજી લહેર આવવાની શક્યતાઓ
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં દેશ હચમચી ગયો છે. બીજી લડાઈ હજી આપણે પૂરી રીતે લડી શક્યા નથી, ત્યાં ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. એક્સપર્ટસના મતે, કોરોનાની ત્રીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. એક્સપર્ટસ કહે છે કે, ઓક્ટોબર મહિનામાં ત્રીજી લહેર આવસે. જાે આ લહેર મ્યુટેશન સાથે આવે તો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ આ માટે વેક્સીનથી આશા જાગી છે. ઓક્ટોબર સુધી અનેક લોકો વેક્સીનેટેડ હશે, તો આ ખતરો ટળી શકે છે તેવુ તબીબોનું કહેવું છે. ગાઈડલાઈનનું પાલન, રસી લઈને કોરોનાની ત્રીજી લહેરે ઘાતક ન બનવા દઈએ તે માટે માનસિક રીતે તૈયાર રહેવુ જરૂરી છે. આ વિશે ડો.વસંત પટેલનું કહેવુ છે કે, કોરોનાની પહેલી લહેરમાં અગાઉ ૬૮ દિવસનું લોકડાઉન અને એસઓપીના પાલન કરાયું હતું.
આ કારણથી પહેલી લહેરમાં સંક્રમણ ઘટ્યુ હતું અને મૃત્યુદરને કન્ટ્રોલ કરી શકાયો હતો. બીજી લહેરમાં કોઈ જ નિયમો પાળવામાં ન આવ્યા. સરકારે ન કડક કાયદા મૂક્યા, તો બીજી તરફ પ્રજાએ પણ મનમાની છૂટ લીધી અને નિયમો નેવે મૂક્યા. રસીકરણ પૂરતુ થયુ ન હતું તેથી બીજી લહેરમાં મૃત્યુદર ઉંચો જાેવા મળ્યો. સંક્રમણ અને મોત આ જ કારણે થયા છે. વાયરસનું મ્યુટેશન આ જ કારણે ઘાતક બન્યું છે.
ગુજરાતમાં હાલમાં કોવિડના મૃત્યુના ડરથી લોકો ફફડી રહ્યા છે. કોવિડના આ બીજી લહેરમાં લોકો ભલે ડરી ગયા છે. પરંતુ ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેરની શક્યતાઓ ડોક્ટરોએ વ્યક્ત કરી છે. જે મ્યુટેશન સાથે આવે તો વધુ ખતરનાક બની શકે છે. ત્રીજી લહેરમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે વધુ ધાતક સાબિત થવાની શક્યતા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.