Western Times News

Gujarati News

અંબુજા સિમન્ટે અંબુજાનગર, ગુજરાત ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો

પ્લાન્ટની ક્ષમતા પ્રતિ દિન 35-40 સિલિન્ડર હોસ્પિટલને મદદ કરવા 15 દિવસમાં જ પ્લાન્ટ સ્થાપ્યો

અમદાવાદ, કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારાને પગલે ઓક્સિજનનો પુરવઠો પણ અનિવાર્ય બની ગયો છે. ઓક્સિજનની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા અને સમુદાયના સભ્યો તથા સ્થાનિક સત્તાવાળાઓને મદદ કરવા અંબુજા સિમેન્ટે અંબુજાનગર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, ગુજરાત ખાતે ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે.

ઓક્સિજન જનરેટિંગ યુનિટની ક્ષમતા 10 Nm3/hrના ફ્લો રેટ પ્રમાણે પ્રતિ દિન 35-40 સિલિન્ડરની છે અને બે સપ્તાહના વિક્રમ સમયમાં તેની સ્થાપના કરવામાં આવી છે.

લફાર્જહોસ્લિમના સીઇઓ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ નીરજ અખૌરીએ જણાવ્યું હતું કે, “લોકોની સુખાકારી હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે અને ભારત મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે આ જરૂરી છે. વર્તમાન સ્થિતિમાં કોવિડ-19ની અસર સામે લડવા ઓક્સિજન પુરવઠો ખૂબ જરૂરી છે અને ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપીને અમે ગુજરાતમાં સમુદાયના સભ્યો અને સ્થાનિક સત્તાવાળાઓને અમારી મદદ કરવા માગીએ છીએ.”

અં બુજા સિમેન્ટ્સે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા દેશભરમાં તેના પ્રયાસો વધારી દીધા છે અને તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

અંબુજાએ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. ભારતમાં લફાર્જહૉલ્સિમની બંને કંપનીઓ અંબુજા અને એસીસી લિમિટેડ રાજ્યમાં પ્રતિ મિનિટ 10 લિટરની ક્ષમતાનો એક એવા 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પૂરાં પાડશે. અંબુજા સિમેન્ટ્સ દિલ્હી સરકારને પણ 10 લિટરનો એક એવા 300 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પૂરાં પાડશે.

અંબુજા સિમેન્ટ્સ અને એસીસી આ કપરાં સમયમાં સરકાર, કર્મચારીઓ અને તેના સમુદાયો તથા નાગરિકોને મદદ પૂરી પાડવાનું ચાલુ રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.