કોરોના માટે વિદેશોમાંથી મદદ મળે છે તે ક્યાં ગઇ : રાહુલ ગાંધી
નવીદિલ્હી: દેશમાં કોરોનાના સ્થિતિ દિવસે દિવસે ખુબ બગડતી જઇ રહી છે, આ બધાની વચ્ચે કેટલાય દેશો ભારતની મદદ કરી રહ્યાં છે, વિદેશોમાંથી ભારતને મેડિકલ સંબંધિત વસ્તુઓ મોકલી રહ્યાં છે. જાેકે, આને લઇને હવે દેશમાં રાજકારણ થઇ રહ્યું હોય તેવુ દેખાઇ રહ્યું છે. આ વાતને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીધી મોદી સરકારને આડેહાથે લીધી છે. રાહલુ ગાંધીએ મોદી સરકારને એક પછી એક પાંચ સવાલો કરીને ઘેરી લીધી છે.
રાહુલે કેન્દ્ર સરકારને વિદેશોમાંથી મળી રહેલી સહાયતાને લઇને સવાલ પુછતા કહ્યું- છેવટે આમાં કોણ ફાયદો ઉઠાવી રહ્યું છે? કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કેન્દ્ર સરકારને પાંચ સવાલો પુછ્યા છે.
રાહુલ ગાંધીએ બુધવારે ટ્વીટ કરતા કહ્યું કે વિદેશી કૉવિડ સહાયતાને લઇને સવાલો- ભારતે કેટલી વિદેશી મદદ મેળવી છે,ક્યાં છે તે?,કોણ આને ફાયદો ઉઠાવી રહ્યું છે?,કઇ રીતે રાજ્યોમાં આની વહેંચણી કરવામાં આવી?,કેમ નથી આમાં પારદર્શિતા?
આ પહેલા, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ગંભીર સ્થિતિને લઇને બુધવારે સરકાર પર નિશાન સાધ્યુ અને આરોપ લગાવ્યો હતો કે લોકોને રસી અને રોજગાર ઉપલબ્ધ કરવવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે.