NTPC રીન્યુએબલ એનર્જીએ 150 MW સોલર પ્રોજેક્ટમાંથી વીજળી વેચવા GUVNL સાથે PPA પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હી, ભારતની સૌથી મોટી ઇન્ટીગ્રેટેડ એનર્જી કંપની એનટીપીસી લિમિટેડની પેટાકંપની એનટીપીસી રીન્યુએબલ એનર્જી લિમિટેડે તેનાં 150 મેગાવોટ સોલર પ્રોજેક્ટમાંથી વીજળી વેચવા માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતમાં સ્થપાનારો આ પ્રોજેક્ટ પ્રતિ kWh રૂ. 2.20નાં દરે વીજળી વેચશે.
આ સફળ બિડ સાથે TBCB ટેન્ડર્સ હેઠળ કંપનીની કુલ ક્ષમતા 1.4 GWએ પહોંચી છે. 4750 મેગાવોટ ક્ષમતા સાથેનો સોલર પાર્ક વિક્સાવવા ગુજરાત સરકારે કંપનીને કચ્છના રણમાં જમીન પણ ફાળવી છે.
અક્ષય ઊર્જા પ્રોજેક્ટ વિક્સાવવાના હેતુથી રચવામાં આવેલી સાત મહિના જૂની 100 ટકા માલિકીની પેટાકંપની હાલમાં દેશમાં 6 GW સોલર ક્ષમતું નિર્માણ કરી રહી છે.
ઇન્ડિયા રેટિંગ્સ (ફિચ ગ્રુપ કંપની) દ્વારા પેટાકંપનીને આપવામાં આવેલું સૌથી ઊંચું સ્થાનિક ક્રેડિટ રેટિંગ પેરન્ટ કંપની એનટીપીસીનું મજબૂત પીઠબળ દર્શાવે છે. કંપની તેના અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટસ માટે બેન્કો પાસેથી રૂ. 2100 કરોડની લોંગ ટર્મ લોન મેળવવાની પ્રક્રિયામાં છે.