Western Times News

Gujarati News

શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં ૩ આતંકી ઠાર

Files Photo

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગુરુવારની સવારે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. અહેવાલ છે કે આ દરમિયાન એક આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધું છે. જે આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું છે તેનું નામ તૌસીફ અહમદ છે. આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી જાણકારી મુજબ, ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે શોપિયાં સેક્ટરના કનિગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસની સાથે મળી એક ટીમ તૈયાર કરી. સુરક્ષા દળોએ કનિગામમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન પકડાઈ જવાના ડરથી કનિગામમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધું.

સુરક્ષા દળોએ પહેલા આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ આતંકવાદીઓએ ફાયરિંગ ચાલુ રાખ્યું. તેના જવાબમાં સુરક્ષા દળોને પણ ફાયરિંગ કરવું પડ્યું. લાંબા સમય સુધી બંને તરફથી ફાયરિંગ થયા બાદ ત્રણ આતંકવાદીઓને ઢાળી દેવામાં સુરક્ષા દળોને સફળતા મળી.

આ ઉપરાંત એક આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધું. નોંધનીય છે કે, ગત મહિને જ સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન અલ બદરના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળી આપ્યો હતો. આતંકવાદીની ઓળખ ગુલઝાર અહમદ ભટ નિવાસી બથપોરા અરવાની અનંતનાગના રૂપમાં થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.