લોકો ભગવાન ભરોસે : એક દિવસમાં ૪.૧૪ લાખ કેસ
નવી દિલ્હી: નવી દિલ્હીઃ ભારતમાં કોરોના તબાહી મચાવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના નવા કેસ દરરોજ નવો રેકોર્ડ તોડી રહ્યાં છે. ભારતમાં એક દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ આંકડો હવે ૪.૧૪ લાખ પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૪ લાખ ૪૧ હજાર ૪૩૩ નવા કેસ સામે આવ્યા છે અને ૩૯૨૦ લોકોના મૃત્યુ થયા છે. આ રીતે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા આશરે ૨,૧૪,૮૪,૯૧૧ થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા વધીને ૨,૩૦,૧૬૮ પર પહોંચી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૫,૬૬,૩૯૮ છે, જે સંક્રમણના કુલ કેસના ૧૬.૯૨ ટકા છે. કોવિડ-૧૯ સાજા થનારાનો રાષ્ટ્રીય દર ઘટીને ૮૧.૯૯ ટકા થઈ ગયો છે. બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૧,૭૫,૯૭,૧૩૭ થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદર ૧.૦૯ ટકા છે. ભારતમાં કોરોનાના કેસે સાત ઓગસ્ટે ૨૦ લાખનો આંકડો પાર કર્યો હતો. ત્યારબાદ સંક્રમણના કેસ ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખ અને ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખને પાર થયા હતા.
વૈશ્વિક મહામારીના કેસ ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે એક કરોડનો આંકડો પાર કર્યો હતો. ભારતમાં મહિમારીના કેસ ૧૯ એપ્રિલે ૧.૫૦ કરોડને પાર પહોંચ્યા હતા. કોરોનાના કેસમાં ફરી વધારો શરૂ થવા વચ્ચે ૧૬ રાજ્યોના ઉચ્ચ સંક્રમણ દરે કેન્દ્રની ચિંતા વધારી દીધી છે.
તેમાંથી ૧૦ રાજ્યોમાં સંક્રમણ દર ૨૫ ટકાથી વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગોવામાં સંક્રમણ દર સૌથી વધુ ૪૮ ટકા નોંધાયો છે. સંક્રમણ દરનું તાત્પર્ય તે છે કે કુલ સંક્રણ કરેલા સેમ્પલથી પોઝિટિવ આવતા નમૂનાના ટકા. ગોવામાં ૪૮ ટકા સેમ્પલ પોઝિટિવ આવી રહ્યાં છે. બીજા નંબર પર હરિયાણા છે, જ્યાં ૩૭ ટકા સંક્રમણ દર છે. આ પ્રકારે પશ્ચિમ બંગાળમાં ૩૩, દિલ્હી તથા પુડુચેરીમાં ૩૦ ટકા છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં તે ૨૯ ટકા છે. કર્ણાટકમાં ૨૮ અને ચંડીગઢમાં ૨૬ ટકા છે.