Western Times News

Gujarati News

અમદાવાદની ૩૦ ટકા હોસ્પીટલોના ભોંયરામાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ

૧૮પ૦ થી વધુ હોસ્પીટલો પૈકી ત્રીસ ટકા હોસ્પીટલો ટેરેસના ભાગ ઉપર, એડમિન ઓફિસ લોન્ડ્રી તરીકે ઉપયોગ કરે છે

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં હાલ કોરોના સંક્રમણમાં સતત વધારાો થતો જાેવા મળી રહ્યોછે. હાઈકોર્ટ દ્વારા અમદાવાદ શહેરની તમામ કોવિડ દર્દીઓને સારવાર આપતી હોસ્પીટલોમાં ફાયર સફટીના સાધનો અને ફાયર એન.ઓ.સી.ને લઈને મ્યુનિસિપલ કોર્પરેશનને ઘટતી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. શહેરમાં ૧૮પ૦ થી વધુ હોસ્પીટલ પૈકી ત્રીસ ટકા હોસ્પીટલોના ભોંયરામાં કોમર્શિયલ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

ઉપરાંત ત્રીસ ટકા હોસ્પીટલો ટેરેસનો ઉપયોગ એડમિન ઓફિસ કે લોન્ડ્રીના હેતુથી કરી રહી હોવાથી આગ કે હોનારત સમયે રેસ્ક્યુ કામગીરીમાં આ કોમર્શિયલ પ્રવૃત્તિને કારણે અવરોધ ઉભા થઈ શકે એવી સંભાવના હોવાનું ફાયર વિભાગના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

આ અંગેની મળતી માહિતી અનુસૃાર ગત વર્ષે માર્ચ મહિનાથી કોરોના સંક્રમણની સ્થિતિ જાેવા મળી રહી છે. ગત વર્ષેે ઓગષ્ટ મહિનામાં શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પીટલમાં આગ લાગતા આઠ લોકોના મૃત્યુ નિપજયા હતા.

આ ઘટના બાદ રાજયના અન્ય શહેરોમાં કોવિડ હોસ્પીટલોમાં આગના બનાવો બનતા હાઈકોર્ટ દ્વારા અમદાવાદ શહેરમાં કોવિડ પેશન્ટોને સારવાર આપતી તમામ હોસ્પીટલોમાં ફાયર સફટીના સાધનો અને ફાયર એન.ઓ.સી.ને લઈ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાર સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ર૦ર૦ના માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ શરૂ થયુ હતુ. એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા સૌથી વધુ હોસ્પીટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવી હતી.

વર્ષ ર૦૧૧માં હાલની પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં ૩૮૦ થી વધુ હોસ્પીટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિડ કેર સેન્ટરો પણ ખરા શહેરની કોઈ હોસ્પીટલમાં ફાયર સફટીના સાધનો અને અન્ય પરિસ્થિતિ અંગે સર્વે કરવામાં આવતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

ત્રીસ ટકા હોસ્પીટલોએવી છે કે જેના ભોંયરામાં ઓ.પી.ડી. ઉપરાંત લેબોેટરી, એમ.આર.આઈ. ઉપરાંત કાફેરટીરીંયા, ગેસના ગોડાઉન સહિતની કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી હોય. ભોંયરામાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે ઈમ્પેક્ટ ફી ભરી એસ્ટેટ વિભાગ પાસે કાયદેસર કરાવી લેવામાં આવ્યુ હોવાની દલીલ કરવામાં આવી રહી છે.

આ જ પરિસ્થિતિ હોસ્પીટલોના ટેરેસ પર જાેવા મળી રહી છે. ટેરેસ પર એડમિન ઓફિસ ઉપરાંત લોન્ડ્રી સહિતની પ્રવૃતિઓ ચાલી રહી છે. આ સંજાેગોમાં આગ કે અન્ય હોનારત સમયે રેસ્ક્યુ કામગીરીમાં વિઘ્ન આવવાની સંભાવના રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.