Western Times News

Gujarati News

ભારતને મોકલવામાં આવેલા હજારો ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને કન્વર્ટર્સ ફેડએક્સ દ્વારા મોકલાયા

મેમ્ફિસ, ટેન્ન., જ્યારે ભારત અને એની હેલ્થકેર સિસ્ટમ દેશભરમાં કોવિડ-19 ઇન્ફેક્શનમાં વધારાનો સામનો કરી રહી છે, ત્યારે ફેડએક્સ કોર્પ. (NYSE: FDX)ની પેટાકંપની અને દુનિયાની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની ફેડએક્સ એક્સપ્રેસ આ કટોકટી દરમિયાન ગંભીર તબીબી પુરવઠા અને ઉપકરણને પ્રદાન કરવા દુનિયાભરની સંસ્થાઓ સાથે કામ કરે છે.

અત્યારે ફેડએક્સ યુ.એસ. – ઇન્ડિયા સ્ટ્રેટેજિક ફોરમ અને અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથેની પહેલ દ્વારા 25,000થી વધારે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને કન્વર્ટર્સનું પરિવહન કરવા સપોર્ટ કરે છે. આ સહિયારા પ્રયાસના ભાગરૂપે ફેડએક્સએ 30 એપ્રિલના રોજ નવી દિલ્હીને 1,000 મહત્વપૂર્ણ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સનો પહેલો જથ્થો પૂરો પાડ્યો હતો.

ફેડએક્સએ 8 મેના રોજ નેવાર્ક, ન્યૂ જર્સીથી મુંબઈ, ભારત સુધી ડાયરેક્ટર રીલિફ માટે 3400થી વધારે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, કન્વર્ટર્સ અને આશરે 265,000 કેએન95 માસ્કનું પરિવહન કરવા ફેડએક્સ 777એફ ચાર્ટર ફ્લાઇટ ડોનેટ કરી છે. આ પુરવઠો મુંબઈમાં હેલ્થકેર સુવિધાઓને પ્રદાન કરવામાં આવશે. ઉપરાંત ફેડએક્સ સેંકડો ટન તબીબી પુરવઠો પ્રદાન કરવા તથા આગામી દિવસો અને અઠવાડિયાઓમાં ભારતને મદદ કરવા ગ્રાહકો અને બિનસરકારી સંસ્થાઓ સાથે કામ કરે છે.

ફેડએક્સ યુ. એસ. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સરકારી-ખાનગી ભાગીદારીની સંસ્થા ગ્લોબલ ટાસ્ક ફોર્સ ઓન પેન્ડેમિક રિસ્પોન્સની સ્થાપક સભ્ય પણ છે તથા દુનિયાભરમાં સૌથી વધુ જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં કોવિડ-19 પ્રયાસોમાં સહાય કરવા સંસાધનો ઊભા કરવા અને પ્રદાન કરવા વ્યવસાયો માટે યુનિફાઇડ પ્લેટફોર્મ પ્રદાન કરવા બિઝનેસ રાઉન્ડટેબલ દ્વારા સપોર્ટ કરે છે. ફેડએક્સના પ્રેસિડન્ટ અને સીઓઓ રાજ સુબ્રમનિયમ ટાસ્ક ફોર્સ માટેની સ્ટીઅરિંગ કમિટી પર કામ કરતા 17 બિઝનેસ લીડરમાં સામેલ છે.

સુબ્રમનિયમે કહ્યું હતું કે, “ભારતમાં જીવેલણ માનવીય કટોકટીનો સામનો કરવા દુનિયાભરમાંથી રાહતની જરૂર છે. આ વિકરાળ સમસ્યાનું સમાધાન કરવામાં મદદરૂપ થવા મહત્વપૂર્ણ સાધનસામગ્રી પ્રદાન કરવાનું અમારું મિશન છે. રોગચાળાની શરૂઆતથી અમે રાહત પ્રદાન કરવામાં મોખરે છીએ અને અત્યારે ભારતમાં તાત્કાલિક સ્થિતિમાં પ્રતિસાદ આપીએ છીએ. જ્યાં સુધી રોગચાળાનો અંત ન આવે, ત્યાં સુધી ફેડએક્સ જીવનરક્ષક દવાઓ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, અને અન્ય મહત્વપૂર્ણ પુરવઠો પ્રદાન કરવાનું ચાલુ રાખશે.”

ફેડએક્સએ જાન્યુઆરી, 2020થી કોવિડ-19 માનવીય સહાયના ભાગરૂપે 10,000થી વધારે શિપમેન્ટનું પરિવહન કર્યું છે. કંપનીએ રોકડમાં 4 મિલિયન ડોલરની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને બિનસરકારી સંસ્થાઓને મદદ કરવા એક પ્રકારની પરિવહન મદદ પૂરી પાડી છે, જેમાં ડાયરેક્ટ રીલિફ અને ઇન્ટરનેશનલ મેડિકલ કોર્પ્સનું દુનિયાભરમાં સંસાધનોથી વંચિત સમુદાયોને કોવિડ-19 રસીનું વિતરણ સામેલ છે.

ફેડએક્સ દુનિયાભરમાં મહત્વપૂર્ણ ચીજવસ્તુઓનું પરિવહન કરવાનો લાંબો રેકોર્ડ ધરાવે છે. રોગચાળાની શરૂઆતથી ફેડએક્સ એક્સપ્રેસે 80 કિલોટનથી વધારે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનું પરિવહન કર્યું છે, જેમાં દુનિયાભરમાં 2.2 અબજથી વધારે માસ્ક સામેલ છે. આંતરરાષ્ટ્રીય વેક્સિન સપ્લાય ચેઇનના મહત્વપૂર્ણ ભાગ તરીકે દુનિયાભરના 25થી વધારે દેશોને કોવિડ-19 રસી, સંબંધિત ઘટકો અને સપ્લાય કરે છે.

ડાયરેક્ટ રીલિફના પ્રેસિડન્ટ અને સીઇઓ થોમસ તિઘેએ કહ્યું હતું કે, “ડાયરેક્ટ રીલિફ ફેડએક્સની ભારતમાં લોકોની અતિ જરૂરી સારવારમાં સહાય વધારવા બદલ આભાર માને છે. અન્ય ઘણા પ્રસંગોની જેમ ફેડએક્સ એની વિશિષ્ટ લોજિસ્ટિક્સ ક્ષમતા અને કુશળતા પ્રત્યે સમર્પિત છે તેમજ એની આંતરરાષ્ટ્રીય ટીમની ઊર્જા લીડરશિપ અને પ્રતિબદ્ધતાનું પરફેક્ટ ઉદાહરણ છે, જેની અત્યારે આ ઐતિહાસિક રોગચાળા સામે લડવા માટે જરૂરી છે, જે દરેક જગ્યાએ લોકો માટે જોખમરૂપ બની ગયો છે.”

જીવનરક્ષક પુરવઠાની ડિલિવરી કંપનીના ફેડએક્સ કેર્સ 50 બાય 50 ગોલને સુસંગત છે, જેનો ઉદ્દેશ વર્ષ 2023માં કંપનીની 50મી વર્ષગાંઠ સુધીમાં સમગ્ર દુનિયામાં 50 મિલિયન લોકોના જીવનને અસર કરવાનો છે. ફેડએક્સ કેર્સ “ડિલિવરિંગ ફોર ગૂડ” પહેલ વિશે વધારે જાણકારી અહીં મેળવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.