Western Times News

Gujarati News

આવશ્યક સર્વિસ વ્યવસાયોને ભરતીમાં નિઃશુલ્ક મદદ કરવા વિવિધ પગલાં લીધા

પ્રતિકાત્મક

– અપના (Apna) કંપનીઓને નિઃશુલ્ક ધોરણે એનું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા તથા મહામારી સામેની લડાઈમાં સમગ્ર ભારતમાં વ્યવસાયો અને ફ્રન્ટલાઇન વર્કર્સને મદદ કરવા નવા શહેરોમાં કામગીરી વધારવા કટિબદ્ધ

નવી દિલ્હી, ભારતમાં બ્લૂ અને ગ્રે કોલર વર્કફોર્સ માટે ડેડિકેટેડ સૌથી મોટા હાયરિંગ પ્લેટફોર્મમાં સામેલ અપના (Apna)એ ટૂંકા ગાળામાં ભારતીય વ્યવસાયોને તેમના ફ્રન્ટલાઇન વર્કર્સને હાયર કરવામાં મદદરૂપ થવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.

આ પડકારજનક સમયગાળામાં વ્યવસાયો હવે તેમની આવશ્યક અને મહત્વપૂર્ણ સેવાઓ ચાલુ રાખી શકે છે અને જાળવી શકે છે. અપના (Apna)એ સ્વયંસેવકો, નર્સો, હેલ્થકેર સ્ટાફ, ડિલિવરી પર્સન્સ, લેબ ટેકનિશિયન્સ, ડ્રાઇવરો, કે અન્ય આ પ્રકારની કોઈ પણ કામગીરી માટે એના પ્રયાસોને વધાર્યા છે. અપના (Apna)એ એની બધી સેવાઓ નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ કરાવી છે, જેનો ઉદ્દેશ કોવિડ-19 સામે ભારતને ઊભું કરવા વ્યવસાયો અને સમુદાયોને ટેકો આપવાનો છે.

જ્યારે કોવિડ-19ની બીજી લહેરને કારણે ભારત અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યો છે, ત્યારે અનેક કામદારો ગંભીર બિમારીમાંથી સાજાં થઈ રહ્યાં છે, મિત્રો અને પરિવારના સભ્યોને મદદરૂપ થઈરહ્યાં છે અથવા પોતાના પ્રિયજનને ગુમાવવાના દુઃખનો સામનો કરી રહ્યાં છે.

આ સ્થિતિમાં વ્યવસાયોની સાતત્યપૂર્ણ કામગીરી મુશ્કેલ બની છે. જોકે જો ભારતને કોવિડ સામે લડાઈ લડવી હોય અને રોગચાળામાંથી બેઠું થવું હોય, તો આવશ્યક સેવાઓ પ્રદાન કરતાં વ્યવસાયો અસરકારક રીતે કામ કરવાનું જાળવી રાખે એ જરૂરી છે.

અપના (Apna)એ 011-41219881 પર 24 X 7 હેલ્પલાઇન સ્થાપિત કરી છે, જેનો ઉદ્દેશ 48 કલાકની અંદર આવશ્યક સેવારત વ્યવસાયોને ઉચિત પ્રતિભાની ભરતી કરવામાં મદદ કરવાનો છે,

જેથી ઓછામાં ઓછા વિક્ષેપ સાથે વ્યવસાયિક કામગીરી ચાલુ રહે. વિકલ્પ સ્વરૂપે કંપનીઓ employer.apna.co પર લોગ ઓન કરી શકે છે અને 2 મિનિટથી ઓછા સમયમાં તેમની ભરતી કરવાની જરૂરિયાતો પોસ્ટ કરી શકે છે.

અપના (Apna)ના સીઇઓ અને સહ-સ્થાપક નિર્મિત પરીખે કહ્યું હતું કે,“અત્યારે ભારત સ્થગિત સેવાઓ, લોકડાઉન અને બેરોજગારીની સૌથી મોટી સમસ્યાનો સામનો કરી છે એટલે અમે અપના (Apna)માં આવશ્યક સેવાઓમાં કાર્યરત વ્યવસાયો અને સેવાઓને મદદ કરવા ઇચ્છીએ છીએ,

જેથી મહામારી સામે ભારતને લડવામાં મદદરૂપ થવા ઉચિત ટૂલ્સ સાથે લોકોની ભરતી કરવાની જરૂરિયાત પૂરી થાય. માર્ચ, 2020માં પ્રથમ લોકડાઉન થયા પછી અત્યાર સુધી અમારા પ્લેટફોર્મે સંપૂર્ણ ભારતમાં 3.5 કરોડથી વધારે ઇન્ટરેક્શનની સુવિધા આપી છે. આપણા બ્લૂ અને ગ્રે કોલર વર્કફોર્સને સક્ષમ બનાવીને અમે આપણા અર્થતંત્રનું સંયુક્તપણે પુનઃનિર્માણ કરીશું અને ભારતને સમયની સાથે ફરી ધમધમતું કરવામાં મદદરૂપ થઇશું.”

અપના (Apna) મોબાઇલ એપ પર રોજગારીની તકો શોધતા ફ્રન્ટલાઇન વર્કર્સમાં નોંધપાત્ર વધારો થયો છે. 1એમજી, કોલંબિયા એશિયા હોસ્પિટલ્સ, ઝોમેટો, ફ્લિપકાર્ટ, સ્વિગ્ગી, વેલનેસ ફોરેવર, કિર્લોસ્કર ચિલર્સ અને ભારતી અક્સા સહિત 1 લાખથી વધારે કંપનીઓ નિઃશુલ્ક ધોરણે પ્રતિભાશાળી વર્કફોર્સની ભરતી કરવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

અપના (Apna) અત્યારે 14 શહેરોમાં લાઇવ છે તથા ઉમેદવારો અને કંપનીઓ પાસેથી માગમાં વધારો થવાથી ઝડપથી અન્ય શહેરોમાં કામગીરી વધારી રહી છે. દિલ્હી એનસીઆર, મુંબઈ, બેંગાલુરુ, કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ, સુરત,પૂણે, જયપુર, લખનૌ, ચંદીગઢ (ટ્રાઇ-સિટી એરિયા), કાનપુર, લુધિયાણા અને રાંચી શહેરોમાં અપના (Apna) અત્યારે સક્રિય છે.

અપના (Apna)ના પ્રયાસોનું પીઠબળ ધરાવતા ભારતનાં ટોચની ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ જણાવ્યું કે, “અમને અપના (Apna) સાથે કામ કરવાની ખુશી છે, જે રોજગારીના બજાર પર કોવિડ-19ની અસરને ઘટાડવાના અને ભારતને ફરી ધમધમતું કરવાના રાષ્ટ્રીય મિશન પર છે. અમે ટીમ અપના (Apna)ના ટૂંકા ગાળામાં ઉચિત સંસાધનો સાથે કંપનીઓને મદદ કરવાના ઇરાદા અને પ્રયાસોને બિરદાવીએ છીએ.”

ભારતની અગ્રણી ઓનલાઇન ફાર્મસી 1એમજીએ ઉમેર્યું હતું કે, “અમે તમામ જોબ ફેમિલીઓમાં પ્રતિભાઓ શોધવા અપના (Apna) સાથે કામ કરીએ છીએ અને તેના ઝડપી ટર્ન-એરાઉન્ડ ટાઇમે અમને અમારી રોજિંદી કામગીરીઓ અને સેવાઓ સતત જાળવી રાખવા સક્ષમ બનાવ્યાં છે.”

અપના (Apna) પ્લેટફોર્મ લુહાર, પેઇન્ટર, ફિલ્ડ સેલ્સ એજન્ટ, સીક્યોરિટી ગાર્ડ, ડિલિવરી પર્સનલ, કડિયા, કલાકારો, દરજી, બ્યુટિશિયન્સ વગેરે માટે વર્ટિકલ સમુદાયો ધરાવે છે. આ રોજગાર મેળવવા ઇચ્છતાં અને કંપનીઓ એમ બંને માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે, જેના પર 70થી વધારે કેટેગરીઓમાં 10 લાખથી વધારે જોબ ઉપલબ્ધ છે. કંપનીઓ વર્કર્સની લાયકાત, અનુભવ, લોકેશન, કુશળતા અને રસને આધારે પસંદગી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.