Western Times News

Gujarati News

અમારા રાજા બેટરીઝએ ઉત્પાદન ફરી શરૂ કર્યું

પર્યાવરણ અને સસ્ટેઇનેબિલિટી પ્રત્યે કટિબદ્ધ-Amara Raja Batteries resumes operations at plants in Andhra Pradesh’s Chittoor

મુંબઈ, અમારા રાજા બેટરીઝ લિમિટેડ (“કંપની”/ “એઆરબીએલ”)એ 8 મે, 2021થી ચિત્તૂર જિલ્લામાં નુનેગુડલપલ્લી અને કર્કામ્બાડીમાં એના પ્લાન્ટમાં કામગીરી ફરી શરૂ કરી છે. માનનીય આંધ્રપ્રદેશ હાઈ કોર્ટે આંધ્રપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એપીપીસીબી)એ પસાર કરેલા આદેશને વચગાળા માટે સસ્પેન્ડ કરતા કંપનીએ ફરી કામગીરી શરૂ કરી છે.

પર્યાવરણલક્ષી, સલામત અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રક્રિયાઓ અને શ્રેષ્ઠ વ્યવસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવીને કંપની કોઈ પણ સંભવિત મુદ્દાનું સમાધાન કરવા એપીપીસીબી સાથે કામ કરવાનું જાળવી રાખશે.

કંપનીને એની પુરવઠાની તમામ કટિબદ્ધતાઓ પૂર્ણ કરવાની ખાતરી છે તથા એના તમામ હિતધારકોને સુનિશ્ચિત કર્યું છે કે, છેલ્લાં થોડા દિવસોમાં કામચલાઉ ધોરણે વિક્ષેપથી એની કામગીરી કે ઓર્ડર બુક પર કોઈ અસર નહીં થાય.

કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે એ સુનિશ્ચિત કરવા સક્રિય પગલાં લીધા છે કે, અમારા ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાની અમારી તમામ જવાબદારીઓ કોઈ પણ પ્રકારની અસુવિધા વિના, સમયસર પૂર્ણ થાય. અમે ટૂંકા ગાળાના વિક્ષેપની અસરનું આકલન કરી રહ્યાં છીએ તથા અમારા તમામ ગ્રાહકો અને બિઝનેસ પાર્ટનર્સની વિવિધ માગ પર્યાપ્ત રીતે પૂર્ણ કરવા સજ્જ છીએ.

અમે અમારામાં ફરી વિશ્વાસ મૂકનાર અમારા તમામ કર્મચારીઓ, ગ્રાહકો, પાર્ટનર્સ, વિક્રેતાઓ અને અન્ય તમામ હિતધારકોનો આભાર પણ માનીએ છીએ તેમજ અમે તેમની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરવા પ્રદાન કરવાનું જાળવી રાખીશું.”

કંપનીએ તમામ નિયમનકારી જરૂરિયાતો પૂર્ણ કરવાની ઉત્કૃષ્ટતા બદલ એની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે એઆરબીએલ પર્યાવરણ પર સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે તેમજ એના વર્કફોર્સના સ્વાસ્થ્ય અને સલામતી પર ભાર મૂકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.