ચીનનો ૩૩૦ ફૂટની ઊંચાઈ પર કાચનો બ્રિજ તૂટી ગયો
૯૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા પર્યટન સ્થળનો કાચનો બ્રિજ તૂટ્યો, એક વ્યક્તિનો આબાદ બચાવ
નવી દિલ્હી: ચીનનો માલ ખૂબ બેકાર હોય છે, આ વાત સૌ કોઈ જાણે છે. આ દરમિયાન હવે ચીનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચીનના માઉન્ટન પર બનેલા એક કાચના બ્રિજમાં અચાનક તિરાડો પડી ગઈ. આ બ્રિજ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે. આટલી ઊંચાઈ પર કાચના બ્રિજ પર ઊભા રહીને નીચેનો નજરો જાેવા અદભૂત અનુભવ છે. પરંતુ થોડા દિવસો પહેલા જ્યારે પર્યટકો આ બ્રિજ પર ફરી રહ્યા હતા
ત્યારે અચાનક તેમાં તિરાડો પડી ગઈ. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં એક તસવીરમાં ધ્રૂજતી વ્યક્તિ દેખાઈ રહી છે. કાચનો બ્રિજ તૂટી ગયો છે. હકીકતમાં અચાનજ જ ૯૦ માઇલ પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાવા લાગ્યો. તેના કારણે બ્રિજ ફંગોળાવા લાગ્યો અને કાચ તૂટી ગયા. મામલો શુક્રવારનો હોવાનું કહેવાય છે. દુર્ઘટના પહેલા બ્રિજ બિલકુલ કાચથી ઢંકાયેલો હતો
પર્યટકો તેની પર ફરતાં જાેવા મળી રહ્યા હતા. ચીનમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તો બ્લોક છે. એવામાં આ દુર્ઘટનાની તસવીરો ચીનન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર સામે આવી. દુર્ઘટના બાદથી વીડિયોને લગભગ ૪૦ લાખથી વધુ વાર જાેવામાં આવી ચૂક્યો છે. મુજબ, દુર્ઘટના સમયે બ્રિજ પર એક વ્યક્તિ હાજર હતો. તે ઘણો ડરી ગયો હતો. જાેકે તેને ફાયરફાઇટર્સ, પોલીસ અને અન્ય વર્કર્સે ગાઇડ કરી સુરક્ષિત બચાવ્યો. બાદમાં તે વ્યક્તિને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું.
ચીની સાઇટ વીબોથી આ ઘટનાનો સ્ક્રીનશોટ અન્ય સાઇટ્સ ઉપર પણ શૅર કરવામાં આવી છે. ટ્વીટર પર એક યૂઝરે બ્રિજની દુર્ઘટના પહેલાની અને બાદની તસવીરો શૅર કરી છે. તે વાયરલ થયા બાદ લોકોએ તેની પર અનેક કોમેન્ટ્સ કરી. અનેક લોકોએ લખ્યું કે ચાઇનીઝ માલ પર કેટલો વિશ્વાસ કરી શકાય! આવું તો થવાનું જ હતું. નોંધનીય છે કે, ચીનમાં કાચના બ્રિઝ ખૂબ લોકપ્રિય છે. આ બ્રિજ ઉપરાંત ચીનના હુનાનમાં પણ કાચનો બ્રિજ ખૂબ લોકપ્રિય છે, જે ૪૩૦ મીટર લાંબો છે. ૬ મીટર પહોળા આ બ્રિજને બે ઘાટીની વચ્ચે બનાવવામાં આવ્યો છે.