Western Times News

Gujarati News

ફાયઝર-બાયોએનટેકની બાળકો માટેની રસીને ઉપયોગની મંજૂરી

રસીકરણના દાયરાનો વિસ્તારઆપણને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની નજીક લાવી શકે એમ હોવાનો એફડીએના ડો.જેનેટ વુડકોકનો દાવો

વોશિંગ્ટન: કોરોના વિરુદ્ધ હવે બાળકોને પણ રસીનું કવચ મલશે. અમેરિકાના ફાઈઝર-બાયોએનટેકની બાળકો માટે બનાવવામાં આવેલી રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ૧૨થી ૧૫ વર્ષના કિશોરોને આ રસી આપવામાં આવશે. એફડીએએ તેને કોરોના વાયરસ સામેની જંગમાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ બાજુ ફાઈઝરના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડો.બિલ ગ્રુબરે એફડીએના ર્નિણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેનાથી મહામારી સામે લડવાની આપણી ક્ષમતા વધશે. એફડીએના કાર્યકારી આયુક્ત ડો.જેનેટ વુડકોકે કહ્યું કે રસીકરણના દાયરામાં વિસ્તાર કરવો આપણને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની નજીક લાવે છે.

તેમણે કહ્યું કે માતા પિતા અને અભિભાવકો આ વાત માટે આશ્વસ્ત રહી શકે છે કે અમે તમામ ઉપલબ્ધ ડેટાની આકરી અને ઊંડી સમીક્ષા બાદ જ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. અમેરિકી એફડીએનું કહેવું છે કે ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-૧૯ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એફડીએએ જણાવ્યું છે કે ૧૨ થી ૧૫ વર્ષના ૨૦૦૦થી વધુ વોલેન્ટિયર્સને રસી અપાઈ હતી. ટેસ્ટ ડેટામાં જાણવા મળ્યું કે રસીકરણ બાદ આ બાળકોમાં કોરોના સંક્રમણનો કોઈ કેસ જાેવા મળ્યો નથી. આ બાજુ કંપનીનો દાવો છે કે તેમની રસી ૧૦૦ ટકા કારગર છે. ૧૮ વર્ષના લોકોની સરખામણીમાં ૧૨થી ૧૫ વર્ષની ઉમરના જે બાળકોને રસીના ડોઝ અપાયા તેઓ કોરોના સંક્રમિત થયા નહીં.

બાળકો માટે રસી આવી જવાથી તેમના માતાપિતામાં ખુશીનો માહોલ છે. કેન્ટકીના રહીશ ટીચર કેરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સાંભળીને સારું લાગ્યું કે ૧૨થી ૧૫ વર્ષના કિશોરોને આ રસી આપવામાં આવી છે. અત્યાર સુધી હું એ જાણીને સહજ મહેસૂસ નહતી કરી શકતી કે મારા બાળકોનું રસીકરણ થયું નથી. કેરીની જેમ જ બીજા પણ પરિવારો છે જે રાહત મહેસૂસ કરી રહ્યા છે કે હવે તેમના બાળકો કોરોનાથી વધુ સુરક્ષિત રહી શકશે. કોરોના વાયરસની પહેલી લહેરમાં જ્યાં સૌથી વધુ ઉંમરના લોકો પ્રભાવિત થયા હતા

ત્યાં બીજી લહેરમાં યુવાઓ પર ઘાત જાેવા મળી. ત્રીજી લહેર વિશે કહેવાતું હતું કે તેનાથી બાળકો સૌથી વધુ પ્રભાવિત થશે. આવામાં બાળકોની રસી સંબંધિત સારા સમાચાર આવતા રાહત મળી છે. અત્રે જણાવવાનું કે કેનેડામાં તો ૧૨-૧૫ વર્ષના બાળકો માટેની ફાઈઝરની રસીને પહેલેથી મંજૂરી મળી ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.