Western Times News

Gujarati News

અનિલ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીબીઆઈની એફઆઈઆરને આધારે કેસ નોંધ્યો છે.

આ અગાઉ બોમ્બે હાઇકોર્ટે ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈની એફઆઈઆરને પડકારતી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અરજી નામંજૂર કરી હતી. હાઈકોર્ટે અનિલ દેશમુખને સૂચના આપી હતી કે, જાે જરૂરી હોય તો તેના કેસની તાકીદને આધારે હાઈકોર્ટની વેકેશન બેંચની બદલી કરવામાં આવે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે દોઢ મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર વસૂલવામાં આવેલા ૧૦૦ કરોડ રૂપિયાના ખંડણીના આરોપોની તપાસની માંગ કરી છે.

પરમબીરે પોતાની અરજીમાં ટ્રાન્સફર- પોસ્ટિંગમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે દેશમુખના ઘરના સીસીટીવી ફૂટેજ ‘નાશ’ થાય તે પહેલાં જ સાચવવામાં આવે. પરમબીરે તેની માંગણીઓ અંગે અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને ટોચની કોર્ટે ગંભીર ગણાવી હતી અને સિંહને પહેલા હાઈકોર્ટમાં જવા કહ્યું હતું.

તપાસ શરૂ કરતા પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા અહેવાલ કરાયેલ પ્રથમ સત્તાવાર દસ્તાવેજ, એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ છે, જેને ઇસીઆઈઆર તરીકે ઓળખાય છે. જેમ કોઈ ગુનાની તપાસ શરૂ કરતા પહેલા પોલીસ પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઈ.આર.) ફાઇલ કરે છે, તેવી જ રીતે ઇડી પૈસાની શોધખોળના કેસની માહિતી મળતાની સાથે જ ઇસીઆઇઆર નોંધાવે છે. તેથી, ઇડી હવે અનિલ દેશમુખની તપાસ શરૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.