TVS સપ્લાય ચેઇન લોજિસ્ટિક્સ કામગીરી માટે 1,000 eLCV ઓપરેટ કરશે
સ્વિચ મોબાલિટી એન્ડ ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સે ઉત્સર્જન-મુક્ત લોજિસ્ટિક્સ માટે જોડાણ કર્યું
ચેન્નાઈ, બ્રિટનની ઇલેક્ટ્રિફાઇડ બસો અને લાઇચ કમર્શિયલ વ્હિકલ્સ (એલસીવી)ની ડેવલપર અને ભારતીય કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડ લિમિટેડની પેટાકંપની સ્વિચ મોબિલિટી લિમિટેડ (“સ્વિચ” કે “કંપની”)એ સસ્ટેઇનેબલ લોજિસ્ટિક્સ નેટવર્ક સ્થાપિત કરવા ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (ટીવીએસ એસસીએસ) સાથે જોડાણ કર્યું હતું. Switch Mobility and TVS Supply Chain Solutions join hands for emission-free logistics
આ વ્યવસ્થા અંતર્ગત ટીવીએસ એસસીએસ એની લોજિસ્ટિક્સ કામગીરી માટે એના પાર્ટનર્સ દ્વારા સ્વિચ દ્વારા પ્રદાન કરવામાં આવેલી 1,000 ઇએલસીવી ઓપરેટ કરશે. ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ (ટીવીએસ એસસીએસ) એની સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ સર્વિસ ઓફર દ્વારા દુનિયાભરમાં સપ્લાય ચેઇન સોલ્યુશન પ્રદાન કરવામાં બે દાયકાથી વધારે સમયનો અનુભવ ધરાવે છે.
આ જાહેરાત પર સ્વિચ મોબિલિટીના ચેરમેન શ્રી ધીરજ હિંદુજાએ કહ્યું હતું કે, “ટીવીએસ એસસીએસ એની પહેલોમાં હંમેશા આતુર છે તથા ઉત્પાદનો અને સોલ્યુશનોની વિવેક સાથે પસંદગી કરે છે. અમને ખુશી છે કે, તેમણે સ્વિચ મોબિલિટીને ઉત્સર્જનમુક્ત પરિવહન સોલ્યુશનો માટે તેમની જરૂરિયાત પૂરી કરવાની તક આપી છે.
આ સોલ્યુશનો ઊર્જાદક્ષ છે, વાજબી ખર્ચ ધરાવે છે અને વિશ્વસનિય છે. સ્વિચ ભારત અને વિદેશ એમ બંનેમાં સસ્ટેઇનેબલ મોબાલિટી તરફ ઝડપથી અગ્રેસર થવામાં મોટી ભૂમિકા ભજવશે.”
આ વિશે સ્વિચ મોબિલિટીના ડાયરેક્ટર શ્રી નીતિન સેઠે કહ્યું હતું કે, “આ પ્રકારની પાર્ટનરશિપ અમારા ગ્રાહકોએ અમારી ક્ષમતામાં મૂકેલા વિશ્વાસનો પુરાવો છે. જ્યારે અમે અમારી સફર શરૂ કરી છે, ત્યારે અમે અમારા ઉત્પાદનો અને ટેકનોલોજીઓ માટે પ્રચંડ પ્રતિસાદ જોઈ રહ્યાં છીએ.
સ્વિચ સેગમેન્ટમાં ઊર્જાદક્ષ અને ઝીરો-ઉત્સર્જન સોલ્યુશન પ્રદાન કરશે, જેમાં ગ્રાહકો ઉચિત ઓફરની રાહ જોઈ રહ્યાં છે. અમને ગર્વ છે કે, અમે પરિવર્તનમાં મોખરે છીએ તથા પર્યાવરણને અનુરૂપ અને કાર્બનમુક્ત ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ સતત અગ્રેસર છીએ.”
ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી આર દિનેશે કહ્યું હતું કે, “અમને સ્વિચ મોબાલિટી સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે, જે પરિવહનમાં ભવિષ્ય માટે તૈયાર ટેકનોલોજી પ્રસ્તુત કરવામાં પથપ્રદર્શક છે. ટીવીએસ એસસીએસ હંમેશા વિકસતી ટેકનોલોજીનો સ્વીકાર કરવામાં મોખરે છે અને અમે ઇલેક્ટ્રિક વ્હિકલ સેગમેન્ટમાં લીડ લીધી છે એ સ્વાભાવિક છે.
અંતરિયાળ વિસ્તારોમાં અમારા ટેકનોલોજી સંચાલિત સોલ્યુશનો પ્રદાન કરવા અમે હવે ઇકોસિસ્ટમમાં અમારા પાર્ટનર્સ દ્વારા ઇએલસીવીનો નવો કાફલો ઉમેર્યો છે. અમને અમારા કાફલામાં આ ઇએલસીવી સામેલ કરવાની ખુશી છે.”
આ પાર્ટનરશિપ પર ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિ વિશ્વનાથને કહ્યું હતું કે, “ટીવીએસ એસસીએસ નવી પહેલો અપનાવવામાં હંમેશા મોખરે રહે છે, જે અમારા હિતધારકોના મૂલ્યનું સંવર્ધન કરે છે. ઇએલસીવી માટે સ્વિચ મોબિલિટી સાથે પાર્ટનરશિપ અમારા ડ્રાઇવર-કમ-માલિકોને ભવિષ્યલક્ષી મોબિલિટી સોલ્યુશનો સાથે પ્રોત્સાહન આપશે, જેઓ અમારી વિશાળ ઇકોસિસ્ટમનો ભાગ છે. ટીવીએસ એસસીએસ આ પાર્ટનરશિપ દ્વારા અમારા કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરીને પર્યાવરણમાં સકારાત્મક પ્રદાન કરશે તેમજ અમારા ગ્રાહકોને ઊર્જાદક્ષ અને વિશ્વસનિય ટેકો પ્રદાન કરશે.”