Western Times News

Gujarati News

કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને દર મહિને રુ. ૩,૦૦૦ની સહાય

પ્રતિકાત્મક

ગુજરાત સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડાશે

Ø બાળક ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા દર મહિને રુ. ૩,૦૦૦ની સહાય

ગુજરાત સરકારે કોરોના મહામારીના કપરા સમયમાં બાળકોને સુરક્ષા મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે અનુસાર કોઈ પણ પરિવારના ૦ થી ૧૮ વર્ષના બાળકો સુરક્ષા વિનાના ન રહે એ  માટે સુરક્ષા-કવચ પુરુ પાડવામાં આવ્યું છે.

જે મુજબ કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય અને એ બાળક-બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર ૧૮ વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ. ૩,૦૦૦ ની સહાય આપવામાં આવશે.

જ્યારે જે બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતાને બાળકને મૂકીને બીજે પુનર્લગ્ન કર્યા હોય એવા કિસ્સામાં પણ એ બાળકની ૧૮ વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રુ. ૩,૦૦૦ની સહાય આપવામાં આવશે.

આ કામગીરી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદની કચેરીનો ૦૭૯-૨૬૫૮૭૭૪૦ પર સંપર્ક કરવાનો રહેશે.

આ ઉપરાંત જે બાળકોના માતા-પિતાને કોરોના પોઝીટીવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને તેમના બાળક-બાળકોની સાર-સંભાળ રાખનાર કોઈ જ ન હોય તેવા કિસ્સામાં ૦ થી ૧૮ વર્ષના બાળકોની  નીચે દર્શાવેલ સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે.

·        ૬ થી ૧૮ વર્ષના છોકરાઓ માટેની સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શિયાળ, ગામ- શિયાળ, તા-બાવળા, જિલ્લો – અમદાવાદ. સંપર્ક નંબર- ૯૫૫૮૮૭૮૨૬૫

·        ૬ થી ૧૮ વર્ષની છોકરીઓ માટે સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ,ઓઢવ, પાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ. સંપર્ક નંબર- ૯૨૬૫૧-૭૩૬૬૪

·        ૦ થી ૬ વર્ષના બાળકો માટેની સંસ્થા – સ્પેશ્યલાઈઝ્ડ એડોપ્શન એજન્સી- ઓઢવપાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ. ૮૯૮૦૮૪૧૮૩૨

 

ઉપરોક્ત સંસ્થાઓમાં બાળકોના પ્રવેશ મેળવવા માટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન શ્રી ચંદ્રિકાબહેન- ૯૪૨૬૦-૮૨૫૬૬, સભ્ય શ્રીઅજીતભાઈ- મો- ૯૪૨૭૦-૫૦૨૭૦, સભ્ય શ્રી જીતુભાઈ- મો- ૯૮૯૮૦-૧૯૪૪૨ અને સભ્ય શ્રી સંતોષભાઈ- ૯૪૨૬૦-૭૭૫૫૦નો સંપર્ક કરી મંજૂરી મેળવવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.