રાત્રી કફર્યુ બાદ પણ અડધા શટરે ખુલ્લુ રાખી ધંધો કરતાં હો તો ચેતી જજો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/night-curfew1-1-1024x683.jpg)
વડોદરાનમાં કફર્યુ બાદ રાત્રે પિઝા સેન્ટર ખુલ્લુ રાખતા સંચાલક સામે કાર્યવાહી
વડોદરા, શહેરના કારેલીબાગ, એલએનટી સર્કલ પર આવેલ પિઝા સેન્ટર રાત્રી કફર્યુ બાદ પણ અડધા શટરે ખુલ્લુ રાખતા ગ્રાહકોની લાઈનો લાગતા કોરોનાને ખુલ્લુ નોતરું આપતા દ્રશ્યો જાેવા મળ્યા હતા અને રાત્રી કફર્યુના જાહેરનામાની ઐસી કી તૈસી કરી ખીલ્લી ઉડાવતા પીઝા સેન્ટરના સંચાલક બે રોકટોક પીઝા સેન્ટર ખુલ્લુ રાખતા ગ્રાહકોનો ભારે ધસારો જાેવા મળ્યો હતો.
કારેલીબાગ વિસ્તારમાં એલએનટી સર્કલ પાસે આવેલ પીઝા સેન્ટર બેરોકટોક અડધું શટર ખુલ્લું રાખીને રાત્રી કફર્યુ બાદ પણ ધમધમતું જાેવા મળ્યું હતું અને પીઝા શોખીન ગ્રાહકો પણ પીઝા ખાવા માટે કે લેવા માટે કફર્યુ હોવા છતાં પડાપડી કરી રહ્યા હતા અને લાઈનોમાં ઉભા નજરે પડયા હતા.
જેને પગલે કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવા દ્રશ્યો જાેતા ત્યાંથી પસાર થઈ રહેલ એક જાગૃત નાગરિકે આ દ્રશ્ય જાેતા તેને પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી જેથી કારેલીબાગ પોલીસ તાત્કાલિક પીઝા સેન્ટર પહોંચી જઈ પીઝા સેન્ટર બંધ કરાવીને સંચાલક વિશાલ લીલાધારની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.
સરકારના આંશિક લોકડાઉનને કારણે વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમ છતાં પોતાની દુકાનો બંધ રાખીને સરકારને સહયોગ આપી રહ્યા છે તેવામાં કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રીના ખાણી-પીણીના ધંધા બેરોકટોક ચાલી રહ્યા છે અને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યાં છે.