Western Times News

Gujarati News

આણંદના નાર ગોકુલધામને NRI તરફથી ૧૩૦ ઓક્સિજન કોન્સ્ટ્રેટરની સહાય

આણંદ, ભારતમાં કોરોનાની બીજી લહેરથી ઓક્સિજનની માંગને લઈને ઉદભવેલી પરિસ્થિતિમાં વતનનું ઋણ અદા કરવા એનઆરઆઈ આગળ આવ્યા છે. મૂળ નામ ગામના વતની અને યુએસએમાં સ્થાયી થયેલા ડો. અરવિંદભાઈ પટેલ અને તેઓના મિત્રો મનન શાહ,

વર્જિનિયાના મિત્રો તરફથી નાર ગોકુલધામને ઓક્સિજન કોન્સ્ટ્રેટર સહિતની જરૂરી સામગ્રીની સહાય મોકલવામાં આવી છે. દાતાઓ તરફથી મળેલ ૧૩૦ ઓક્સિજન કોન્સ્ટ્રેટરને જુદા જુદા આઈસોલેશન સેન્ટરમાં આપવા માટે નાર ગોકુલધામ ખાતે યોજાયેલી લોકાર્પણવિધીમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ર્યુઅલી જાેડાયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવેલું કે ગુજરાતમાં કોરોનાના કપરાકાળમાં સરકારની સાથે ધાર્મિક સંસ્થાઓ, એન.આર.આઈ દાતાઓએ ખૂબ સહયોગ આપ્યો છે અને ગોકુલધામ નાર પણ આણંદ જિલ્લા માટે એક સેવાનું કેન્દ્ર બન્યું છે. નાર ગોકુલધામ ખાતે સ્વામી શુકદેવ પ્રસાદદાસજી,

વડતાલ સંસ્થાના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી, ધર્મપ્રકાશદાસજી અને સાંસદ મિતેશ પટેલના હસ્તે કોવિડ આઈસોલેશન સેન્ટર માટે ઓક્સિજન કોન્સ્ટ્રેટર પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હરિકૃષ્ણ સ્વામી, હરિકેશવ દાસજી, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મયુરભાઈની હાજરીમાં કોવિડ સેન્ટરમાં કુલ ૪૦ ઓક્સિજન કોન્સ્ટ્રેટરનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.