વીવોએ લોકડાઉન પ્રભાવિત ક્ષેત્રોમાં પોતાના ગ્રાહકો માટે પ્રોડક્ટ વોરંટી વધારી
વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ એક્સટેન્ડેડ પ્રોડક્ટ વોરંટીની સાથે પોતાના ભારતીય ગ્રાહકો માટે એક રાહતભર્યા વિકલ્પની જાહેરાત કરી છે. કોવિડ-19ની બીજી લહેરમાં કોવિડના કેસોમાં થયેલી વૃદ્ધિ અને ઘણાં રાજ્યોમાં લોકડાઉનને કારણે સમગ્ર ભારતમાં ગ્રાહકો અને વ્યવસાય પ્રભાવિત થઇ રહ્યાં છે.
આ પોલીસી રિપ્લેસમેન્ટની અવધિ અને બીજી ઓફર 30 દિવસ સુધી લંબાવવાનું સુનિશ્ચિત કરશે, જેની ગણતરી જે દિવસથી સર્વિસ સેન્ટરની કામગીરી પુનઃશરૂ થાય ત્યારથી ગણવામાં આવશે.
આ નીતિ એવાં તમામ લોકોની ચિંતાઓ દૂર કરશે કે જેઓ લોકડાઉનને કારણે સેવા પ્રાપ્ત કરવા માટે કોઇપણ સર્વિસ સેન્ટર ઉપર જઇ શકતાં નથી. તે રિટેઇલર્સ અને ગ્રાહકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે. વીવોએ રાજ્યોની પ્રવર્તમાન સ્થિતિને આધારે ગ્રાહકો માટે વિનામૂલ્યે હેન્ડસેટ પીક-એન્ડ-ડ્રોપની સેવા પણ જાહેર કરી છે.
એક જવાબદાર કોર્પોરેટ હોવા તરીકે વીવો મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા થઇ રહેલાં પ્રયાસોને સમર્થન કરવાની પોતાની કટીબદ્ધતા ઉપર અડગ છે. તાજેતરમાં જ કંપનીએ કોવિડ રાહત કાર્યોને ટેકો આપવા માટે રૂ. 10 કરોડની સહાય કરવાની જાહેરાત કરી છે.
વધુમાં ગત વર્ષે વીવોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ માટે 9 લાખથી વધુ માસ્ક, 15,000 પીપીઇ સ્યુટ અ 50,000 લીટર સેનિટાઇઝર દાન કર્યું હતું.