Western Times News

Gujarati News

અમેરિકામાં વેક્સિન લેનારાને માસ્ક પહેરવામાંથી મુક્તિ

નવી દિલ્હી: કોરોના સંક્રમણની થપાટ ખાઈ ચુકેલું અમેરિકા હવે તેને માત આપતું નજરે ચડી રહ્યું છે. યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કહેવા પ્રમાણે અમેરિકામાં વેક્સિન લઈ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર અથવા તો ૬ ફૂટના અંતરથી પોતાની ગતિવિધિઓ કરી શકશે.

જાે કે, આ નિયમ જે વિસ્તારમાં હાલ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અથવા તો સરકારે જ્યાં હજુ પણ પ્રતિબંધ મુકેલો છે ત્યાં લાગુ નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં મોટા પાયે વેક્સિનેશનની કામગીરી થઈ છે. અમેરિકામાં મોટા ભાગે તમામ વયસ્કોને વેક્સિન આપવાનું કામ પૂરૂ થઈ ચુક્યું છે અને તાજેતરમાં જ બાળકોને વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને આ મુદ્દે સીડીસીની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી.

બાઈડને કહ્યું હતું કે, મને થોડા સમય પહેલા જ ખબર પડી કે સીડીસીએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય તે લોકો માટે માસ્કની અનિવાર્યતા હટાવી લીધી છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. એક મહાન દિવસ છે. આપણે દેશમાં મોટા ભાગના અમેરિકનોને ખૂબ જ ઓછા સમયમાં વેક્સિન આપી તેના કારણે જ આ સંભવ બની શક્યું.

બાઈડને કહ્યું કે, છેલ્લા ૧૪૪ દિવસથી આપણા વેક્સિનેશન કાર્યક્રમે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કામ કર્યું છે. આ અનેક લોકોની આકરી મહેનતના કારણે જ સફળ થઈ શક્યું. વૈજ્ઞાનિક, રિસર્ચર્સ, દવા કંપનીઓ, નેશનલ ગાર્ડ, યુએસ મિલિટરી, ફેમા, તમામ ગવર્નર, ડૉક્ટર, નર્સ વગેરેએ આકરી મહેનત કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.