CNH ઇન્ડસ્ટ્રિયલ કોવિડ-19 સંબંધિત બાબતોનો સામનો કરવા સકારાત્મક પગલાં લઇ રહી છે
કર્મચારીઓ તથા તેમના પરિવારોને મદદ કરવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી.
દેશમાં કોવિડ-19 મહામારીના બીજા જબરદસ્ત વેવ ધ્યાનમાં લઇને સીએનએચ ઇન્ડસ્ટ્રિયલે કોવિડ-19 નો સામનો કરવા દરરોજ તાપમાનની તપાસ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, આરોગ્ય સેતુ એપ પર ફરજીયાત નોંધણી, માસ્ક્સ, ગ્લવ્ઝ, તથા આંખને રક્ષણ જેવાં સલામતીના સાધનોનો ઉપયોગ સાથોસાથ તેની તમામ સેસિલિટીઝમાં રોજેરોજ નિયમિત સેનીટાઇઝેશન જેવાં પ્રિવેન્ટિવ પગલાંઓનું આયોજન કર્યું છે.
લેવામાં આવેલ પગલાંઓ વિશે બોલતાં, શ્રી રૌનક વર્મા, કન્ટ્રી મેનેજર, સીએનએચ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ડિયા એન્ડ એસએએઆરસી (SAARC) એ જણાવ્યું કે, “સીનએચ ઇન્ડસ્ટ્રિયલ ખાતેઅમરા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતીને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે.
અમે અગમચેતી દાખવી છે અને અમારા કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સાવચેતીનાં તમામ પગલાં લીધાં છે. અમારા કર્મચારીઓને બીમારી તથા હોસ્પિટલાઇઝેશનના સંજોગોમાં સમયસર મદદ કરવા અમે અમારાં સ્થળો પર અમે રિઅલ ટાઇમ બેસિસ પર પરિસ્થિતિનું નિયંત્રણ કરી રહ્યા છીએ.”
“વેક્સિન પ્રાપ્ત થાય પછી અમારા તમામ કર્મચારીઓના રસીકરણ માટે વ્યવસ્થા કરવા અમે પ્રતિબદ્ધ છીએ. આ પૂર્ણ થયા બાદ ફેસિલિટીઝમાં પ્રવેશ માટે રસીકરણ ફરજીયાત કરવાનું અમારું લક્ષ્ય છે જેથી કાર્યસ્થળ સલામત રહેવાનું સુનિશ્ચિત થાય.” તેમણે ઉમેર્યું.
મહામારી શરૂ થઇ ત્યારથી જ આ તમામ સાવચેતીનાં પગલાંઓ કંપનીમાં લેવાઇ રહ્યા છે અને તે ઉપરાંત સીએનએચ ઇન્ડસ્ટ્રિયલે તેના કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને સલામતી જાળવવા સીએનએચ ઇન્ડસ્ટ્રિયલે વધારાના ઉપાયો પણ હાથ ધર્યા છે:
▪તમામ કર્મચારીઓ તથા તેમના પોતાના પરિવારો માટે કોવિડ ઇન્ફેક્શન માટેનો ઇન્શ્યોરન્સ– ટેસ્ટમાં પોઝિટિવ આવેલ અને હોમ ક્વોરન્ટાઇન હોય તેવા તમામ કર્મચારીઓને INR 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.તમામ કર્મચારીઓ તથા તેમના પરિવારો માટે દરેક કિસ્સા દીઠ INR 20,000 નું હોમ કેર કવરેજ પણ આપવામાં આવે છે.
▪સીએનએચ ઇન્ડસ્ટ્રિયલે એપોલો હોસ્પિટલ્સ સાથે ટાઇ-અપ કરેલ છે જેણે કર્મચારીઓને 24X7 મેડિકલ કન્સલ્ટેશન માટેએક અલાયદા ફોન નંબરની વ્યવસ્થા કરી છે.
▪તમામ સંક્રમિત કર્મચારીઓને ટ્રેક કરવા તથા તેમના માટે હોસ્પિટલ સાથે સહયોગ સાધીને બેડ્સ(આઇસીયુ તથા જનરલ) દવાઓ, ઓક્સીજન વગેરે પ્રાપ્ત કરવા જેવી વ્યવસ્થા માટે એક ખાસ ટસ્ક ફોર્સ રચવામાં આવેલ છે.
▪ ભારતમાં હાલ પ્રવર્તી રહેલ ઓક્સીજનની અછતને મેનેજ કરવા કંપનીએ ચાઇન તથા ઇટાલી ખાતેના તેના સહયોગીઓ પાસેથી ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સ માટે આયોજન કરેલ છે.
▪ કર્મચારીઓને ઘરે રહીને કામ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે તથા જરૂર હોય ત્યારે ઓફિસ અથવા પ્લાન્ટ પર ફરજ માટે આવવા જણાવાયેલ છે.
▪ કંપની દ્વારા 50% હાજરીનો નિયમ અને તેવા અન્ય આદેશો અનુસાર સરકારી ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે.
▪ હેડ્સ ઓફ ડિપાર્ટમેન્ટ તેમના કર્મચારીઓ સાથે દરરોજ સંપર્કમાં રહે છે અને કરમચારી અને/અથવા તેમના પરિવારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે સીધી જ મેનેજમેન્ટને જાણ કરે છે.
▪ કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે કંપનીએ કોવિડ માર્શલ્સની વ્યવસ્થા કરી છે. કેન્ટિન સુવિધામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોનું પાલન કરવામાં આવે છે.