Western Times News

Gujarati News

તૌકતે’ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે

Files Photo

અમદાવાદ : ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા દાવો કરવામા આવ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલી લોપ્રેશર સીસ્ટમમે વાવાઝોડાનું સ્વરૃપ દ્વારણ કરેલુ છે પરતુ તેને દિશા બદલતા હવે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.

પરતું ભારતીય હવામાન વિભાગે સપ્ષ્ટ પણે જણાવ્યુ છે કે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે અને આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં તે અસર કરશે

જેના પગલે રાજ્ય સરકાર વધુ અલર્ટ થઈ ગઈ છે અને સાવચેતીના તમામ પગલા ભરવાના શરુ કરી દીધા છે તમામ અધિકારીઓની રજા રદ્દ કરી ફરજ પર હાજર થવા આદેશ આપી દેવાઓછે અને દરિયામાં રહેલી બોટો ને પરત લાવવાની કામગીરી પૂર્ણ કરવાની તૈયારી શરુ કરી દીધી છે

જો કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ દરિયા કિનારાના વિસ્તારમાં એનડીઆરએફ ની ટીમોએ  તેૈનાત કરી સાવચેતીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય એવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઈ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઈ નુકસાન ન થાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સજ્જ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.