રાહુલ ગાંધીએ PM મોદીને યાદ કરાવ્યો ‘ગંગાનો પોકાર’
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં ગંગા નદીમાં અનેક સડેલાં મૃતદેહો તરતાં મળ્યાંના મામલામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પરોક્ષપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાણસામાં લીધાં હતાં. રાહુલે પીએમ મોદીએ પૂર્વે કરેલા એક સંબોધનમાં ગંગા અંગે મોદીએ કહેલાં વાક્યો યાદ કરાવીને કહ્યું હતું કે માતા ગંગાએ તેમને બોલાવ્યાં છે, તે રુદન કરી રહી છે.
રાહુલ ગાંધીગંગા કાંઠે અત્યાર સુધીમાં ૨૦૦૦ મૃતદેહ મળ્યાં?હિન્દીમાં એક ટિ્વટમાં રાહુલ ગાંધીએ કહ્યું, “જેણે કહ્યું કે ગંગાએ તેમને બોલાવ્યાં છે, તે માતા ગંગા રડી રહ્યાં છે.” તેમણે એક ન્યૂઝ રિપોર્ટ પણ જાેડ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગંગા નદીના ૧,૧૪૦ કિલોમીટર લાંબા કાંઠે લગભગ ૨,૦૦૦ મૃતદેહો મળી આવ્યાં છે. છેલ્લાં કેટલાક દિવસોમાં ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાંક જિલ્લાઓમાં નદીમાં તરતાં અથવા તેના કાંઠે દફનાવવામાં આવેલા અનેક મૃતદેહ મળી આવ્યાં છે.