કેદારનાથના કપાટ શુભ મુહૂર્તમાં ખુલ્યા, તીર્થ પુરોહિત સામેલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/kedarnath.jpg)
કોરોના પ્રોટોકોલ હેઠળ તીર્થ પુરોહિત, પંડા સમાજ અને હકકૂધારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી મળી
દેહરાદૂન: ૧૧મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામના કપાટ આજે એટલે કે ૧૭ મેના રોજ સવારે પાંચ વાગ્યે મેષ લગ્નમાં વિધિ વિધાન સાથે ખુલી ગયા છે. આ દરમિયાન કોરોના પ્રોટોકોલ હેઠળ તીર્થ પુરોહિત, પંડા સમાજ અને હકકૂધારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી મળી. બાબા કેદારનાથની પૂજા અર્ચના સવારે ૩ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. જ્યારે કોવિડ નિયમોને કારણે મર્યાદિત લોકો જ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શક્યા. બાબા કેદારનાથની પૂજા અર્ચના સવારે ૩ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. જ્યારે કોવિડ નિયમોને કારણે મર્યાદિત લોકો જ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શક્યા. બાબા કેદારનાથની પૂજા અર્ચના સવારે ૩ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી.
જ્યારે કોવિડ નિયમોને કારણે મર્યાદિત લોકો જ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શક્યા. બાબા કેદારનાથના મંદિરને ૧૧ કુંતલ ફુલોથી સજાવવામાં આવ્યું છે. મંદિરમાં પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી થઈ. નોંધનીય છે કે કોરોનાના કારણે કેદારનાથ મંદિરમાં હાલના સમયમાં ભક્તોને પ્રવેશની મંજૂરી નથી. રાજ્ય સરકારના દિશા-નિર્દેશો મુજબ, કોરોના મહામારીના રોકથામ માટે આ વખતે ચારધામ યાત્રામાં સામાન્ય લોકોને આવવા પર પ્રતિબંધ રહેશે. મંદિર પરિસરમાં પ્રસાદ વહેંચવાની મંજૂરી નહીં હોય. ગર્ભગૃહ સુધી માત્ર મંદિર પ્રબંધન સાથે જાેડાયેલા લોકો જ જઈ શકશે. તેમાં પણ મૂર્તિ, ઘંટડી કે ધાર્મિક ગ્રંથોના સ્પર્શની મંજૂરી નહીં મળે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે કહ્યું કે, ભગવાન કેદારનાથ ધામના કપાટ આજે સોમવાર સવારે ૫ વાગ્યે વિધિ વિધાન સાથે પૂજા-અર્ચના અને અનુષ્ઠાન બાદ ખોલી દેવામાં આવ્યા છે. મેષ લગ્નના શુભ સંયોગ પર મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. હું બાબા કેદારનાથને તમામને નિરોગી રાખવાની પ્રાર્થના કરું છું. કોરોના વાયરસ સંક્રમણના કારણે આ વખતે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
જાેકે સરકારે કહ્યું છે કે સામાન્ય યાત્રીકોને ચારધામ યાત્રા માટે છૂટ આપવા પર ભવિષ્યમાં વિચાર કરી શકાય છે. હાલ કોઈને પણ મંજૂરી નથી. રાજ્ય સરકારની એસઓપી મુજબ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં માત્ર રાવલ, પુજારીગણ અને મંદિરોથી જાેડાયેલા સ્થાથિક હક હકૂકધારી, પંડા પુરોહિત, કર્મચારી તથા અધિકારી જ જશે. આ ઉપરાંત તમામના કોરોના નેગેટિવ રિપોર્ટ હોવા જરૂરી છે.