Western Times News

Gujarati News

ઈઝરાયેલ-પેલસ્ટાઈનને શાંતીની ભારતની અપીલ

ભારત પેલેસ્ટાઈનની યોગ્ય માંગણીઓનું સમર્થન કરે છે અને ટુ નેશન થીયરી હેઠળ આ મામલાના ઉકેલ માટે વચનબદ્ધ છે

જીનેવા: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ પર ભારતનું નિવેદન સામે આવ્યું છે. ભારતે મૌન તોડતા બંને દેશોને શાંતિ જાળવવાની અપીલ કરી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ મુદ્દે પોતાના વિચાર રજુ કર્યા. ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અમે બંને પક્ષને યથાસ્થિતિમાં એકતરફી ફેરફાર ન કરવાની અપીલ કરીએ છીએ. બંનેએ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવી જાેઈએ. ભારેત ગાઝા પટ્ટીથી ઈઝરાયેલના રહેણાંક વિસ્તારો પર થનારા હુમલાની આકરી ટીકા કરી. ટી એસ તિરુમૂર્તિએ કહ્યું કે ગાઝા તરફથી થયેલા હુમલામાં અનેક લોકોના મોત થયા છે.

જેમાં એક ભારતીય મહિલા સૌમ્યા સંતોષ પણ સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ભારતીય મહિલા સહિત હિંસામાં જાન ગુમાવનારા તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ ખૂની ખેલ બધ થશે. તિરુમૂર્તિએ કહ્યું કે ભારત પેલેસ્ટાઈનની યોગ્ય માંગણીઓનું સમર્થન કરે છે અને ટુ નેશન થીયરી હેઠળ આ મામલાના ઉકેલ માટે વચનબદ્ધ છે. બેઠકમાં ભારતનો પક્ષ રજુ કરતા ટીએસ તિરુમૂર્તિએ આગળ કહ્યું કે અમે બંને પક્ષોને વધુમાં વધુ સંયમ દેખાડવા, તણાવ વધારનારી કાર્યવાહીઓથી બચવા અને પૂર્વ જેરૂસેલમ અને તેની આસપાસ હાલની યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાના પ્રયાસોથી દૂર રહેવાનો આગ્રહ કરીએ છીએ.

યુએનએસસીમાં બોલતા તિરુમૂર્તિએ કહ્યું કે ઈઝરાયેલનું જેરૂસેલમ ભારત માટે ખાસ છે, કારણ કે અહીં લાખો ભારતીયો રહે છે. તેમણે એમ પણ કહ્યું કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં વિવાદ ઉકેલવા માટે પ્રત્યક્ષ અને સાર્થક વાતચીત થવી જાેઈએ. તેના અભાવમાં જ બંને પક્ષોમાં તણાવ વધી રહ્યો છે. જાે આ દિશામાં કામ ન થયું તો આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થશે. તેમણે કહ્યું કે ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વાર્તા બહાલ કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના દરેક શક્ય પ્રયત્નનું સમર્થન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.