ઉપલેટાની આંગડિયા પેઢીમાં ૨.૪૫ કરોડોની ઉચાપત થઇ

પ્રતિકાત્મક
આંગડિયા પેઢીના કર્મચારીઓએ જ ઉચાપત કરી-પેઢીના મેનેજર સહિત છ શખ્સની સામે ફરિયાદ દાખલ
રાજકોટ, ઉપલેટામાં કે.આર. આંગડીયા પેઢીમાં ૨.૪૫ કરોડની ઉચાપત થઇ હોવાથી આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉચાપત બીજુ કોઇ નહીં પણ આંગડીયા પેઢીના મેનેજર પ્રતિપાલસિંહ સજુભા જાડેજા સહિત છ શખ્સે કરી હોવાનું સામે આવતા નગરપાલિકાના પ્રમુખ મયુર સુવાએ તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા જ પોલીસે તપાસ હાથ ધરી છે.
મયુર સુવાએ પેઢીના મેનેજર પ્રતિપાલસિંહ સજુભા જાડેજા, ભાવેશ વિષ્ણુપ્રસાદ સુથાર, એચ.કે. જૈન, અર્જુનસિંહ કિશોરસિંહ ગોહિલ, તેજપાલસિંહ જાડેજા અને હિતેષ ઘેલાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પેઢીનું સેચાલન કરતા પ્રતિપાલસિંહ જાડેજા અમારી કે.આર. આંગડીયા પેઢીના રૂ. ૫ લાખ વિશ્વાસઘાત કરી ક્યાંક જતો રહ્યો છે.
આ ઉપરાંત પપેઢીમાં થયેલા વ્યવહારો મુજબ રાજકોટના સંજયભાઇને ૬૦ લાખ, રાજકોટના નિકુંજભાઇને ૪૯.૫૦ લાખ, રાજકોટના હરપાલસિંહને ૩૫.૬૪ લાખ, એમ.કે. આંગડીયા અમદાવાદ ૩૯ લાખ તથા રાકેશભાઇ શ્રીરામ પાઇપ ઉપલેટાવાળાને ૨૦,૦૬,૯૯૦, ડી.ડી. જ્વેલર્સ ઉપલેટા દેવેનભાઇના ૫ લાખ સહિત ૨,૪૫,૦૩,૯૯૦ જેટલા રૂપિયા અન્ય પેઢીને ચૂકવવાના બાકી હોય તે ન ચૂકવી અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.