તોકતે વાવાઝોડાની ચેતવણીને કારણે કેટલીક ટ્રેનો રદ કરાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Railway-1.jpg)
તોકતે વાવાઝોડાની ચેતવણી ને કારણે પાલનપુર – જોધપુર, ભીલડી – જોધપુર, મહેસાણા – આબુરોડ ડેમુ તથા અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે
રેલ પ્રશાસન દ્વારા તોકતે સાઇક્લોન ને લીધે હવામાન વિભાગે જાહેર કરેલ ચેતવણીના કારણે પાલનપુર-જોધપુર, ભીલડી-જોધપુર, મહેસાણા-આબુરોડ ડેમુ તથા અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે:-
1. તારીખ 18 અને 19 મે, 2021 ના રોજ ટ્રેન નંબર 04875/04876 ભીલડી-જોધપુર-ભીલડી સ્પેશિયલ રદ રહેશે.
2. તારીખ 19 અને 20 મે, 2021 ના રોજ ટ્રેન નંબર 04894 પાલનપુર-જોધપુર સ્પેશિયલ તથા તારીખ 18 અને 19 મે, 2021 ના રોજ ટ્રેન નંબર 04893 જોધપુર-પાલનપુર સ્પેશિયલ રદ રહેશે.
3. તારીખ 18 અને 19 મે, 2021 ના રોજ ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુરોડ સ્પેશિયલ તથા તારીખ 19 અને 20 મે, 2021 ના રોજ ટ્રેન નંબર 09438 આબુરોડ-મહેસાણા સ્પેશિયલ રદ રહેશે.
4. તારીખ 18 અને 19 મે, 2021 ના રોજ ટ્રેન નંબર 09247 અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ રદ રહેશે.