ભલે પધાર્યાં ગણપતિ દાદા
(પ્રતિનિધિ) અમદાવાદ : આજથી શરૂ થયેલ ગણેશોત્સવની ઉજવણી કરવા લાખ્ખો ભક્તો થનગની રહ્યા છે. તા.૧૧.૯.ર૦૧૯ સુધી ગણેશોત્સવની ઠેરઠેર ઉજવણી થશે. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદીરમાં બિરાજમાન ગણપતિ દાદાના દર્શનાર્થે જનાર છે ઉપરાંત લાલબાગચા રાજા ગણપતિજીના દર્શનાર્થે જનાર છે
.
અમદાવાદમાં પણ ભક્તો ગણપતિ દાદાના ઉત્સવને મનાવવા થનગની રહ્યા છે શહેરમાં આવેલ ગણેશ મંદિરો તથા ધોળકા પાસે આવેલ ગણેશપુરામાં તો ભક્તોનું ઘોડાપુર ઉમટયુ છે ગણપતીજીને ભાવતા મોદકનો પ્રસાદ, જાસુદના ફુલની છાબડી સાથે ભક્તો લાંબી કતારમાં ઉભા રહી દર્શન કરવા રાહ જાઈ રહ્યા છે એક અંદાજ પ્રમાણે માત્ર ગણેશપુરામાં જ ગણપતિજીના દર્શનાર્થે ૧ લાખથી વધુ ભાવિકભક્તો જશે.
શહેરમાં ઠેરઠેર પંડાલો બનાવી ગણેશજીની મૂર્તિનું વિવિધ આકૃતિમાં સ્થાપન કરી પુજા- આરાધના કરતાં ભક્તો જાવા મળે છે પંડાલો રોશનીથી તથા આસોપાલવ તથા ફુલોથી શણગારવામાં આવ્યા છે.
શહેરમાં ઘણા ઘરોમાં ગણપતિજીનું સ્થાપન કરી પુજા- આરાધના તથા શણગારેલા ગણપતિ દાદાને જાવા ભક્તો ઉમટી રહયા છે વસ્ત્રાપુરમં આવેલ ગણેશ મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર જાવા મળે છે વિધ્નહર્તા ગણેશજીના દર્શનની ઝલક મેળવવા શ્રધ્ધાળુઓ તરસી રહયા છે.
ભદ્ર પાસે આવેલ ઐતિહાસિક ગણેશ મંદિરમાં તો વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જાવા મળે છે. ભદ્રચોકમાં ગણેશોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ‘ગણપતિ બાપા મોરિયા’ નાદથી ગણેશમંદિરો ગુંજી ઉઠયા છે.
ભક્તોના વિધ્નો, સંકટો તથા મુશ્કેલી દુર કરનાર ગણપતિદાદાના જપ કરવાથી દુઃખો દુર થતા હોય છે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ગણેશમય વાતાવરણ જાવા મળે છે.