મહેસાણામાં આરોગ્ય કર્મીઓની માંગણીઓ ના ઉકેલાતા આંદોલનમાં જાેડાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/strike.jpg)
મહેસાણા, એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ કોરોના દર્દીઓની સેવા કરી રહેલા આરોગ્ય કર્મીઓ અને મેડિકલ સ્ટાફ કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત બન્યો છે. ત્યારે આવા કપરા સમયની અંદર પોતાની ફરજ બજાવી રહેલા નર્સિંગ સ્ટાફ સહિત કર્મીઓની પડતર માંગણીઓ ના ઉકેલાતા મહેસાણામાં આરોગ્ય કર્મીઓ થાળી વેલણ વગાડી આંદોલનમાં જાેડાયા છે.
જેમાં મહેસાણા સિવિલ કમ્પાઉન્ડ બહાર નર્સિંગ સ્ટાફ સહિતના કર્મીઓની પડતર માંગણીઓ ઉકેલવા આજે આરોગ્ય કર્મીઓ દ્વારા થાળી વેલણ વગાડી આંદોલન માં જાેડાયા હતા. કેન્દ્ર સરકારના ધોરણે તમામ ખાસ એલાઉન્સ અને ગ્રેડ પે આપવા બાબતે અને આઉટ સોરસિંગ અને કોન્ટ્રાક્ટ પ્રંથા બંધ કરવા,
નર્સિંગ વિદ્યાર્થીને સ્ટાઇપેડ, હાયર સ્કેલનો ૧૨-૨૪ ને બદલે ૧૦-૨-૩૦ કરવામાં આવે તેમજ નર્સિંગ નિવારણ કરવું અને બઢતીને બદલી અને નવી જગ્યાઓ ઉભી કરવાના મુદ્દાઓની માંગો સાથે આજે હડતાળમાં જાેડાયા હતા. જેમાં કોવિડ ફરજાેને કારણે થયેલ રજાઓ અને અન્ય નુકસાન બાબત સહિત કુલ ૧૩ જેટલી પડતર માંગણીઓ રજૂ કરાઈ હતી.