મેષ : સોમવાર મિત્રો અને માતા પિતાના કામોમાં સફળતા મળે. મંગળવાર ભાઈ ભાંડુના આરોગ્યમાં તકલીફો આવી શકે છે. બુધવાર સંતાનોની બાબતમાં ત્વરીત નીર્ણયો લેશો નહી ગુરૂવાર વિજાતીય આકર્ષણથી બચશો તો લાભ થશે. શુક્રવાર સરકારી કામકાજમાં લાભ થશે અટવાયેલ કામો ઉકલશે. શનિવાર મોસાળ પક્ષથી ચિતા વધે તેવા સમાચારો મળશે રવિવાર જમીન મકાનના કામકાજ મુલતવી રાખશો.
વૃષભ : સોમવાર લાંબા અંતરની મુસાફરી થાય સફળતા મળશે. મંગળવાર કોર્ટ કચેરીમાં આપને સફળતા મળશે દસ્તાવેજી કામકાજ થશે. બુધવાર માતા સાથે તાલમેલ જળવાશે જમીન મકાનના કામો થાય. ગુરૂવાર નાણાકીય બાબતે ઘણી જ રાહતો મળવાની છે શુક્રવાર શૈક્ષણીક કામકાજમાં સરકારી મદદ મળશે. લાભ થાય. શનિવાર પુત્ર સંતાન તરફથી ચિંતાઓ વધવાની છે. રવિવાર ધાર્મીક સ્થળની મુસાફરી થશે.
મીથુન: સોમવાર પરીવાર સાથે તાલમેલ વધશે હકારાત્મક વાતાવરણ બનશે. મંગળવાર આપની કાર્યશૈલી અને આશાવાદી વલણથી આવકમાં વધારો થાય. બુધવાર પરદેશની કાર્યવાહી તેમજ દૂરના અંતરની મુસાફરીના આયોજનો સફળ થાય. ગુરૂવાર બહેનો તેમજ પાડોશીઓ સાથેના સંબંધો સુધરશે. શુક્રવાર આજે આપને દિવસ દરમ્યાન સારા ખોટા બંને અનુભવ થાય. શનિવાર સરકારી મુશ્કેલીઓ આવશે રવિવાર દરેક કાર્યક્રમમાં અવરોધ આવે.
કર્ક : સોમવાર નકારાત્મક વિચારોથી આપના વ્યવહારો બગડશે. મંગળવાર ભાઈ બહેનો સાથેના સંબંધો બગડશે. બુધવાર દૈનીક આવકમાં ઘણો વધારો થશે. ગુરૂવાર ઉચ્ચકક્ષાના અભ્યાસ માટેના કામો માટે દિવસ શુભ છે. શુક્રવાર સરકાર તરફથી આપના અટવાયેલ નાણા પરત આવશે. શનિવાર આપના સ્વાસ્થ્ય પાછળ નાણાંનો ખર્ચ થાય. રવિવાર સુસ્ત દિવસ પસાર થશે.
સિંહ : સોમવાર અગત્યના દરેક કામોમાં વિલંબ તેમજ નિષ્ફળતા મંગળવાર નાણાકીય વહેવારોમાં સફળતા મળવાના યોગ છે. બુધવાર ધાર્મીક કામોમાં સફળતા પિતાના કામોમાં સફળતા ગુરૂવાર હકારાત્મક વિચારોથી કાર્ય સિદ્ધિનો યોગ છે. શુક્રવાર આરોગ્યના પ્રશ્નોનો અંત આવશે શુભ દિવસ. શનિવાર કુટુંબના સભ્યો પાછળ ખર્ચનું પ્રમાણ વધશે. રવિવાર વાદવિવાદના સ્થળોથી દૂર રહેવામાં હીત છે.
કન્યા : સોમવાર કોર્ટ કચેરી તેમજ સંતાનોના કામોમાં સફળતા મળે. મંગળવાર આપના આરોગ્યમાં સુધારો આવશે. બુધવાર વાહન ધીમેથી ચલાવશો અકસ્માતના યોગ છે. ગુરૂવાર આર્થીક વ્યવસ્થા ડામાડોળ થતી જાવા મળશે. શુક્રવાર સરકારી અધિકારીઓ આપને મદદ કરશે. શનિવાર લાંબા અંતરની મુસાફરીની શરૂઆત થવાના યોગ છે. રવિવાર મિત્રો સગા સંબંધીઓથી લાભ થવાનો છે.
તુલા : સોમવાર એક સાથે અનેક કામ કરવાની ઈચ્છાથી અવરોધ ઉભા થાય. મંગળવાર કોઈ પણ પ્રકારના દસ્તાવેજી કામમાં સહી કરતા વિચારશો. બુધવાર લગ્નજીવનની સમસ્યાઓના ઉકેલ માટેનો શ્રેષ્ઠ દિવસ છે. ગુરૂવાર આરોગ્ય તેમજ વારસાઈ કામકાજમાં સફળતા મળશે. શુક્રવાર પિતા તેમજ વડીલોના કામકાજમાં સફળતાઓ મળશે. શનિવાર નોકરીયાત વ્યક્તિઓએ સહકર્મચારીથી સાવધ રહેવુ. રવિવાર ધંધાકીય હેતુ માટે મુસાફરી કરવી પડશે.
વૃશ્ચિક : સોમવાર ધાર્મીક સ્થળોની યાત્રા થાય સારા સમાચાર મળશે. મંગળવાર આપના આરોગ્યમાં સામાન્ય તકલીફો ઉભી થશે. બુધવાર ધંધા વ્યવસાયના સ્થળે ગ્રાહકો વધશે પ્રશંસા મળશે. ગુરૂવાર જાહેર જીવનમાં તેમજ લોકસંપર્કના કામો સફળ થાય. શુક્રવાર સરકારી કામકાજમાં સફળતાઓ મળવાની તક છે. શનિવાર પિતાના કામકાજમાં યશ પ્રતિષ્ઠા મળવાની છે. રવિવાર દરિયા કિનારા તેમજ પરદેશના કાર્યોમાં સફળતા મળે.
ધન : સોમવાર ધન અને આવકની સમસ્યાઓ ઓછી થતી જશે. મંગળવાર દામ્પત્ય જીવનમાં પ્રસન્નતામાં વધારો થશે. બુધવાર આજનો દિવસ મિશ્ર અનુભવવાળો પસાર થશે. ગુરૂવાર નોકર ચાકર તેમજ હાથ નીચેના માણસોથી સાચવવું શુક્રવાર જ્ઞાની સંતપુરૂષ સાથે મુલાકાત ફળદાયી નીવડશે. શનિવાર હોટલ તેમજ મોજશોખ પીકનીક માટેનું આયોજન થાય. રવિવાર ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે.