Western Times News

Gujarati News

વાહનચાલક વાહન વેચ્યા બાદ તેને ટ્રાન્સફર કરવા ગંભીરતા દાખવતા નથી

રાજયમાં હજારો વાહનો હજુ ટ્રાન્સફર થયા વિનાના ફરે છે
અમદાવાદ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે પણ હજારો વાહનો વેચાણ થયા બાદ નવા નામે ટ્રાન્સફર થયા વિનાના ખુલ્લેઆમ માર્ગો પર ફરી રહ્યા છે. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, જા વાહનનો કોઇ અકસ્માત કે કંઇ થાય તો તેવા સંજાગોમાં જવાબદારી મૂળ વાહન માલિકની જ રહે એટલે કે, આરટીઓ રેકર્ડમાં જેનું નામ બોલતું હોય તે વાહનમાલિકની જવાબદારી જ ગણાય.

આ સંજાગોમાં હજારો વાહનચાલકો તેમનું વાહન બીજાને વેચ્યા બાદ તેને ખરીદનાર વ્યકિત પોતાના નામે ટ્રાન્સફર ના કરાવ્યું હોય તો તે બાબતની ખરાઇ કે ગંભીરતા દાખવ્યા વિના આ ગંભીર બાબત પરત્વે મોટી ઉદાસીનતા દાખવી રહ્યા છે પરંતુ તે ખૂબ જાખમી અને હાલાકીભર્યુ બની રહે. આ સંજાગોમાં પોતાનું વાહન વેચ્યા બાદ ખરીદનાર વ્યકિતએ વાહન પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધુ કે નહી તે ખાસ ચેક કરી લેવું અને ના કરાવ્યું હોય તો તે તાત્કાલિક કરાવવાની તજવીજ હાથ ધરવી.

અન્યથા અકસ્માત કે આકસ્મિક સંજાગોમાં આરટીઓ રેકર્ડમાં મૂળ માલિકનું જ નામ બોલતુ હોય તો તેની જ જવાબદારી બને. આરટીઓ તંત્ર દ્વારા પણ આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દા અંગે તાકીદે જનજાગૃતિ ઝુંબેશ ચલાવાય તો સારા પરિણામો મળી શકે એમ કહેતાં અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં કોઇપણ ટુ વ્હીલર, ફોર વ્હીલર કે થ્રી વ્હીલર કે મોટા વાહનો વેચાણ થયા બાદ મૂળ માલિક દ્વારા તેનું વાહન વેચ્યા બાદ ખરીદનાર વ્યકિતએ તે વાહન તેના નામે ટ્રાન્સફર કરતાં નથી કે કેમ તેની ઘણી વખત ખરાઇ કરતા નથી કે કાળજી રાખતા નથી. ઘણીવાર વાહન ખરીદનાર વ્યકિત પણ આળસમાં વાહન લીધા બાદ પોતાના નામે ટ્રાન્સફર કરવાની ગંભીરતા રાખતી નથી હોતી.


એટલું જ નહી બહારના રાજયમાં જા વાહન વેચાયુ હોય તો બહારના રાજયની વ્યકિત ત્યાં એને રોડ ટેક્સ અને આરટીઓ ટેક્સ ભરવો પડે તે બચાવવા પણ ઘણીવાર વાહન ટ્રાન્સફર નહી કરાવતા હોવાના કિસ્સા સામે આવે છે. અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ વધુમાં ઉમેર્યું કે, એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે, વાહનમાલિકે વર્ષો પહેલાં વાહન વેચી માર્યુ હોય અને વાહન ખરીદનારે વર્ષો સુધી પોતાના નામે જ વાહન ટ્રાન્સફર કરાવ્યું ના હોય અને આરટીઓ રેકર્ડમાં મૂળ વાહનમાલિકનું જ નામ બોલતુ હોય.

આ વાહનનો અકસ્માત થાય ત્યારે પોલીસ કે કોર્ટ સમન્સ મૂળ વાહનમાલિકના નામે નીકળે પરંતુ વાસ્તવમાં તો, મૂળ વાહનમાલિક તો ગુજરી પણ ગયો હોય અને તેના વારસોએ બિનજરૂરી હાલાકીનો ભોગ બનવાનો વારો આવે. કારણ કે, સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, આરટીઓ રેકર્ડમાં જેનું નામ બોલતુ હોય તેની જવાબદારી બનતી હોવાથી મૂળ વાહનમાલિક વાહનના વેચાણ બાદ પણ તે ખરીદનારના નામે ટ્રાન્સફર નહી થયુ હોવાથી ખોટી રીતે ફસાઇ જતા હોય છે.

માત્ર રૂ.૨૦૦ જેટલી ટ્રાન્સફર ફી અને બેથી ત્રણ દિવસમાં પ્રોસીજર પૂર્ણ થઇ જતી હોવાછતાં વાહનમાલિકો આ મુદ્દે હજુ એટલા જાગૃત નથી, વાહન ખરીદનાર વ્યકિતઓએ પણ એટલી જ ગંભીરતા અને જાગૃતિ રાખવાની જરૂર છે તો, આ સંવેદનશીલ મુદ્દે સારા પરિણામો મળી શકે. આરટીઓ તંત્રએ પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કે જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરી વાહન ટ્રાન્સફરનું ભારણ નિવારવું જાઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.