સુરતઃ પત્નીની હત્યા કરી બેકાર પતિ બેસી રહ્યો લાશ પાસે
સુરત: સુરતમાં એક બેકાર પતિએ પૈસા મામલે પત્ની સાથે ઝઘડો થતા મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેને લઈને ચકચાર મચી જવા પામી હતી. અશ્વિની કુમાર વિસ્તારમાં રહેતા વૃદ્ધા લોકડાઉનને લઈ બેકાર થતા પત્નીની કમાણી પર જીવતા હતા. અને છેલ્લા ૧૦ દિવસથી પૈસા મામલે ઝઘડો થતો હતો.. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરનાર પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સવારે પત્નીની હત્યા બાદ હત્યારા પતિએ જ પોલીસને જાણ કરી પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. પત્નીની કમાણી ઉપર જીવતા વૃદ્ધ પતિએ લોકડાઉનને લઈ પત્ની બેકાર બનતા ૧૦ દિવસથી ઝગડો કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. મૂળ બિહારના વતની અને ૧૩ વર્ષથી સુરતમાં રહેતા દુર્ગાવતી સાધુ ચરણ કેસરીની હત્યા તેના જ પતિ ૬૫ વર્ષના સાધુ ચરણએ હતી. હત્યાનો આરોપી પોતાની કમાણી બેંકમાં મૂકતો હતો. જ્યારે પત્નીની કમાણી પર જીવતો હતો. ટેક્સ માર્કેટ બંધ હોવાને કારણે અને કામ નહિ હોવાને કારણે પત્ની સાથે રૂપિયાને બાબતે ઝઘડો કરીને હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે.
કોરોનાના કહેરને લઈ લાગુ કરાયેલા લોકડાઉન બાદ અનેક લોકો બેકાર બની ગયા છે. આ બેકારીને કારણે આપઘાત, હત્યા ચોરી-લુંટફાટ જેવી ઘટનાઓમાં પણ વધારો થવા પામ્યો છે. ત્યારે સુરતમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં એક વૃદ્ધએ આર્થિક ભીંસમાં વૃદ્ધ પત્નીને પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકની બહેન આશા દેવીએ જણાવ્યું હતું કે, સાધુ ચરણ અપશબ્દો કહેતો અને છેલ્લા ૧૦ દિવસથી બહેનનું કામ બંધ રહેતા કાઢી મૂકવાની ધમકી આપી માર મારતો હતો. અમે સમજાવવાની કોશિષ કરી હતી.
તો બહેનને વતન મોકલી આપવાની વાત કરતો હતો. અગાઉ વોચમેન તરીકે કામ કરતો પરંતુ કામ ન હોવાથી મારી બહેન દોરા ધાગા કટીંગ કરીને કમાણી કરતી તેના પર નભતો અને પોતાના પૈસા બહેનને આપતો નહી. વળી વતન જવાની જીદ પણ કરતો હોવાથી ઝઘડો થતો હતો
આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. માથામાં પથ્થરના બે ઘા મારી હત્યા કરાઈ હોવાનું સામેઆવ્યું છે. લગ્નના ૩૫ વર્ષ દરમિયાન તેમને કોઈ સંતાન નહોતું. હાલ વરાછા પોલીસે હત્યાના આરોપી પતિને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.