Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસથી ૯૦ના મોત, ૧૫૦૦ હજી દર્દી સારવાર હેઠળ

Files Photo

મુંબઇ: મહારાષ્ટ્રમાં મ્યૂકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ ઈંફેક્શનથી અત્યાર સુધી ૯૦ લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના હજી પણ ૧૫૦૦ દર્દીઓ સારવાર હેઠળ છે. મહારાષ્ટ્રના જન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ જાણકારી આપી છે. ગયા વર્ષે કોરોનાવાયરસ સંક્રમણની શરૂઆતમાં પણ બ્લેક ફંગસના મામલા સામે આવ્યા હતા પરંતુ કોરોનાની બીજી લહેરમાં આ મામલા વધુ જાેવા મળી રહ્યા છે.

જેનો ખતરો મોટાભાગે એવા દર્દીઓમાં વધુ જાેવા મળી રહ્યો છે જેમને ડાયાબિટીજ છે અને કોરોના પણ થયો હોય.
મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં મ્યૂકરમાઈકોસિસને કારણે અત્યાર સુધીમાં ૯૦ લોકોના મોત થયાં છે. આ સ્થિતિ બહુ ગંભીર છે. માટે આપણે તેને હળવામાં ના લેવી જાેઈએ. મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસનો કહેર મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, આપણે બ્લેક ફંગસના કેસ રોકવા માટે કોવિડના ઈલાજમાં અંધાધુંધ સ્ટેરૉયડના ઉપયોગથી બચવું જાેઈએ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે હાલમાં લગભગ ૧૫૦૦ દર્દીઓ મ્યૂકરમાઈકોસિસથી પીડિત છે. મ્યૂકરમાઈકોસિસને લઈ આગલા ૧૦ દિવસ અતિ મહત્વપૂર્ણ છે

માટે રાજ્ય દ્વારા એમ્ફોટેરિસિન-બી ઈંજેક્શન વહેંચવાની માંગ કરવામાં આવી શકે છે, જે મ્યૂકરમાઈકોસિસના ઈલાજમાં એક જીવન રક્ષક દવા છે. રાજેશ ટોપેએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર મહાત્મા જાેયતિરાવ ફુલે જન આરોગ્ય યોજના અંતર્ગત તમામ રાશન કાર્ડ ધારકોનો મફત ઈલાજ ઉપલબ્ધ કરાવશે.

મહારાષ્ટ્રમાં હજી ૧૫૦૦ દર્દીઓ રાજેશ ટોપેએ કહ્યું કે, વર્તમાનમાં મહારાષ્ટ્રમાં મ્યૂકરમાઈકોસિસના ૧૫૦૦ દર્દી છે. જેમાંથી ૮૫૦ દર્દી સક્રિય છે અને ૫૦૦નો ઈલાજ કરવામાં આવી ચૂક્યો છે. આ મામલે અમે કેન્દ્રને ઈંજેક્શન ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો છે. ૨ લાખ જેટલાં ઈંજેક્શનની જરૂરત પડશે. પરંતુ ભારત સરકારે તમામ આપૂર્તિને વિનિયમિત કરી છે. કેન્દ્રને અમે જલદી જ એમ્ફો-બીની વહેંચણીની માંગ કરીએ છીએ. આપૂર્તિકર્તાઓએ અમને સૂચિત કર્યા કે મ્યૂકરમાઈકોસિસના ઈંજેક્શન ૩૧ મે બાદ ઉપલબ્ધ થશે, માટે ૧૦થી ૧૧ દિવસ મહત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રી સાથે વડાપ્રધાનની રિવ્યૂ મીટિંગ, અસરગ્રસ્તોને આર્થિક મદદ અપાશે ૧.૫ લાખ રૂપિયાનું કવર રાજેશ ટોપેએ કહ્યું કે, ‘આ બીમારીના ઈલાજ માટે પ્લાસ્ટિક સર્જન, ન્યૂરોસર્જન, ડેન્ટિસ્ટ બધાની જરૂરત છે. મહાત્મા જ્યોતિરાવ ફુલે જન આરોગ્ય યોજના અંતર્ગત ૧૦૦૦ હોસ્પિટલને સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે, જ્યાં મહારાષ્ટ્રમાં મફતમાં ઈલાજ કરવામાં આવશે. યોજના અંતર્ગત ૧.૫ લાખ રૂપિયાનું કવર મળે છે, પરંતુ મોંઘા ઈંજેક્શન સહિત રાજ્ય આ યોજનાને મફતમાં પૂરું કવર ઉપલબ્ધ કરાવી રહ્યું છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.