જેલમાંથી 30 કેદીને પેરોલ મળી, અધિકારીઓએ અનાજની કીટ વિદાય વખતે આપી
પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણ અટકાવવાના વિવિધ પગલા લઇ રહેલ તેવા સમયમાં જેલોમાં રહેલ કેદીઓને આ સંક્રમણથી બચાવી લેવાના હેતુસર જેલમાં રહેલ કેદીઓની સંખ્યા ઓછી કરવા નામ . સુપ્રિમ કોર્ટ સુઓ મોટો રીટ પીટીશન ૦૧/૨૦૨૦ થયેલ સુચનો અન્વયે હાઇપાવર કમીટીના DLSA નડીયાદ – ખેડા તથા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી નડીયાદ- ખેડા દ્વારા કુલ પાકા – ૩૮ કેદીઓ તથા કાચા કુલ- ૨ કેદીઓને પેરોલ રજા / વચગાળાના જામીન મુકત કરવાના હુકમ કરવામાં આવેલ હતા
જે પૈકી નડીયાદ જીલ્લા જેલ માંથી કુલ પાકા – ૩૦ કેદીઓને પેરોલ / વચગાળા જામીન મુકત કરવામાં આવેલ તે પ્રસંગે અધિક્ષક શ્રી બી . કે.હાડા જેલર બી . એસ.પરમાર તથા ઇ . ચા . જેલરશ્રી એમ . એસ . મલેક નાઓએ જેલ મુકત થતાં આરોપીઓને રાશન કીટ આપવામાં આવી હતી જેથી તેઓ હાલમાં તેમના કુટુંબીજનોને મદદરૂપ થાય જેલ મુકત થતાં તમામ કેદીઓએ અધિકારી / કર્મચારીઓનો આભાર વ્યકત કર્યો હતો (તસવીર સાજીદ સૈયદ નડીયાદ)